Western Times News

Gujarati News

યુપીમાં ઉતારાયેલા લાઉડ સ્પિકર્સ સ્કૂલો-હોસ્પિટલ્સના દાન કરાયા

લખનૌ, દેશમાં લાઉડસ્પીકર ઉપર ચાલી રહેલો વિવાદ હવે બંધ થતો દેખાઈ રહ્યો છે. આ બધાની વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, યુપીમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર્સ ઉતારી લેવામાં આવ્યા છે અથવા તેમનો અવાજ ધીમો કરવામાં આવ્યો છે.

યોગીએ બીજું એક મહત્વનું નિવેદન આપ્યું કે, આ ઉતારી દેવામાં આવેલા લાઉડસ્પીકર્સને સ્કૂલો અને હોસ્પિટલોને દાન કરવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી દેશના અનેક રાજ્યોની મસ્જિદોમાં લાઉડસ્પીકરો દ્વારા થતી અઝાન વિરૂદ્ધ અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. આ મામલે વિવિધ રાજ્યોમાં હોબાળો પણ થયો હતો.

ત્યાર બાદ યુપીમાં લાઉડસ્પીકર હટાવવાની કવાયત શરૂ કરવામાં આવી હતી.યોગીએ એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે, આ વખતે તમે જાેયું હશે કે ઈદની નમાજ રોડ ઉપર નથી પઢવામાં આવી. તમે એ પણ સાંભળ્યુ હશે કે મસ્જિદોમાંથી લાઉડસ્પીકર્સનો અવાજ ધીમો કરવામાં આવ્યો છે અથવા તેને ઉતારી લેવામાં આવ્યા છે. આ લાઉડસ્પીકર્સને સ્કૂલો અથવા હોસ્પિટલોને આપવામાં આવ્યા છે.

સીએમ યોગીએ આગળ કહ્યું હતું કે, તેમના વિતેલા કાર્યકાળ અને વર્તમાન કાર્યકાળમાં કોઈ હુલ્લડો નથી થયા. ઘણા રાજ્યો એવા છે જ્યાં ચૂંટણી પછી તોફાનો થયા હોય પરંતુ યુપીમાં ચૂંટણી પહેલા કે પછી કોઈ તોફાનો નથી થયા. યોગીએ આગળ કહ્યું કે, સરકાર બન્યા બાદ રામનવમી અને હનુમાન જયંતી શાંતિથી ઉજવવામાં આવી હતી. આ એ જ યુપી છે જ્યાં પહેલા નાની નાની બાબતોને લઈને હુલ્લડો થતા હતા.ss2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.