Western Times News

Gujarati News

IAS કે. રાકેશ પર વધુ એક કૌભાંડના આરોપથી ખળભળાટ

અમદાવાદ, સુરત તાલુકા પંચાયતના વિપક્ષ નેતા અને માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરીએ તત્કાલિન DDO સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે. આનંદ ચૌધરીએ કે રાકેશને ભ્રષ્ટાચારના જનક ગણાવ્યા તેમજ બાંધકામના સમિતિના અધ્યક્ષ રોહિત પટેલ સામે પણ ભ્રષ્ટાચારના આરોપ કર્યો છે. પીપરીયા, ખંજરોલી, ઉમરસાડી અને કમાલપોરમાં વિકાસકામોમાં ગેરરીતિ આચર્યાનો આક્ષેપ કરાયો છે.

આ મામલે માંડવી તાલુકા પંચાયત કચેરી બહાર વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ સાથે જ જિલ્લા કોંગ્રેસે વિજિલન્સ તપાસની પણ માંગ કરી હોવાનું જાણવા મળ્યું છે.

આનંદ ચૌધરીએ મીડિયાને જણાવ્યું કે, માંડવી તાલુકામાં પીપરિયા સ્માર્ટ વિલેજ તરીકે નક્કી થયું હતું અને ૨૦૧૭-૧૮માં ૫ આખા ગામમાં ૫ કરોડના કામ કર્યા. હવે આ વખતના નાણાપંચમાં એ જ ગામમાં ૩૮ લાખની ફાળવણી કરી ત્યારે બધાને શંકા થઈને કે કેમ એક જ ગામમાં આટલા બધા કામો થયા? તપાસ કરતા ખબર પડી કે જે સ્માર્ટ વિલેજના કામો કર્યા વગર જ નાણાની ઉચાપત કરી છે.

જેમાં ગ્રામ પંચાયતના તલાટી, સરપંચ, એસઓ, ટીડીઓ અને હિસાબી આ બધા લોકોએ ભેગા મળી આ કારસ્તાન કર્યું છે.
આ અંગે DDOને જાણ કરી ૧૫ દિવસનો સમય આપીને કાર્યવાહીની માંગ કરી હતી. છતાંય કોઈ કાર્યવાહી ન થતાં પંચાયત કચેરી બહાર ધરણા કાર્યક્રમ રાખીને વિરોધ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ૨૦મીએ ગુજરાતના ૨૦૧૧ બેચના IAS ઓફિસર અને સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે. રાજેશની CBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત કે.રાજેશના લાંચ કેસમાં વચેટિયા તરીકેની ભૂમિકા ભજવનાર સુરતના રફીક મેમણના CBI કોર્ટે ૧ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે.

CBI કોર્ટના આદેશ બાદ જ CBI દ્વારા કે.રાજેશની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત કે.રાજેશને CBI કોર્ટમાં રજૂ કરાયા હતા.
ધરપકડ અગાઉ કે. રાજેશના અમદાવાદ, સુરત સહિત આંધ્ર પ્રદેશના ઘરોમા CBI દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.

આર્મ લાયસન્સ આપવા માટે લાંચ માગવી, સરકારી જમીનોની ફાળવણી અને સરકારી જમીન પર ગેરકાયદે દબાણને કાયદેસર કરવા માટે લાંચ માગવા સહિતના આરોપ હેઠળ CBI દ્વારા IAS ઓફિસર કે. રાજેશ, સુરતની પ્રાઈવેટ કંપનીના માલિક અને અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.ss2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.