Western Times News

Gujarati News

જાે તમે પોતાની જાત પર વિશ્વાસ રાખો તો બધું તમારા પક્ષમાં આવી શકે છે: દિનેશ કાર્તિક

મુંબઇ, ઈન્ડિયન પ્રીમિયર લીગની લીગ મેચ પૂરી થઈ ગઈ છે. હવે પ્લે ઓફ મુકાબલા શરૂ થવાના છે. તેની વચ્ચે દક્ષિણ આફ્રિકા સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી.

રોહિત શર્મા, વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડીઓને આ સિરીઝમાં આરામ આપવામાં આવ્યો છે. જ્યારે ટીમની કમાન લોકેશ રાહુલ જેવા યુવા ખેલાડીને હાથમાં ટીમની કમાન સોંપવામાં આવી છે. પરંતુ તેની વચ્ચે ખાસ વાત એ છે કે ટીમ ઈન્ડિયામાં અમુક ખેલાડીઓની એન્ટ્રી થઈ છે. જેમાં ૩૭ વર્ષના દિનેશ કાર્તિકનું નામ પણ છે.

આઇપીએલ ૨૦૨૨માં રોયલ ચેલેન્ઝર્સ બેંગાલુરુ ટીમ તરફથી રમતાં દિનેશ કાર્તિકે ટીમ માટે ધમાકેદાર ઈનિંગ્સ રમી. સાથે જ ટીમ માટે કેટલીક મેચ પણ ફિનિશ કરી.

પરિણામ એ આવ્યું કે દિનેશ કાર્તિકને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવાની માગણી સોશિયલ મીડિયાથી લઈને પૂર્વ ક્રિકેટરોએ મૂકી. અને જ્યારે આફ્રિકા સામેની સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ત્યારે દિનેશ કાર્તિકનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો.

ભારતીય ક્રિકેટ ટીમમાં વાપસી પછી દિનેશ કાર્તિક ઈમોશનલ થઈ ગયો. તેણે ટિ્‌વટર પર લખ્યું કે જાે તમે પોતાની જાત પર વિશ્વાસ રાખો તો બધું તમારા પક્ષમાં આવી શકે છે. તમારા બધાના સમર્થન અને વિશ્વાસ માટે આભાર. મહેનત ચાલુ રહેશે. આ ટિ્‌વટ ઉપરાંત દિનેશ કાર્તિકે રોયલ ચેલેન્ઝર્સ બેંગાલુરુની યુ-ટ્યૂબ ચેનલ પર પણ એક મેસેજ આપ્યો. જેમાં તેણે કહ્યું કે આ તેનું સૌથી શાનદાર કમબેક રહ્યું છે.

અનેક લોકોએ મારા પ્રત્યેથી આશા છોડી દીધી હતી. તેના પછી વાપસી માટે મહેનત કરી. અને પછી બધું મારા પક્ષમાં આવતું ગયું.
આઇપીએલ ૨૦૨૨માં દિનેશ કાર્તિક જાેરદાર ફોર્મમાં જાેવા મળ્યો. તેણે પોતાની ટીમને શાનદાર રીતે મેચ ફિનિશ કરીને આપી.

જેના કારણે ટીમ અત્યારે પ્લેઓફમાં પહોંચી ગઈ છે. કાર્તિકે આ સિઝનની ૧૪ મેચમાં ૨૮૭ રન બનાવ્યા. જેમાં તેની એવરેજ ૫૭ની રહી છે. જ્યારે તે ૯ વખત નોટઆઉટ રહ્યો. દિનેશ કાર્તિકે એવી રમત દર્શાવી કે તેને ટી-૨૦ વર્લ્‌ડકપમાં ફિનિશર તરીકે જાેવામાં આવી રહ્યો છે.HS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.