Western Times News

Gujarati News

મેડિકલ કોલેજ શરૂ કરવાનું કાઉન્ટડાઉન શરૂ

ગોધરા સિવિલ હોસ્પિટલની આરોગ્ય સચિવે મુલાકાત લીધી

ચંચોપા-જાફરાબાદમાં મેડિકલ કોલેજની સૂચિત જગ્યાઓની જમીન ની મુલાકાત લીધી.

ગોધરા, ગોધરા ખાતે મેડિકલ કોલેજની ફાળવણી થતા તેને શરૂ કરવા માટેનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે . જેને લઈને આજે આરોગ્ય સચિવે ગોધરા સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ સમીક્ષા બેઠક કરી હતી . જેમાં સિવિલ હોસ્પિટલના પડતર પ્રશ્નો સહિત દર્દીઓને પડતી તકલીફ વિશે ચર્ચા કરી સત્તાધીશોને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતાં.

આરોગ્ય સચિવ ગોધરા સિવિલ હોસ્પિટલની મુલાકાતે આજે આવવાના હોવાથી વહેલી સવારથી ઓપીડી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં દવાનો છંટકાવ કરી  તેમજ સાફ સફાઈ કરી દેવામાં આવી હતી . સમીક્ષા બેઠક દરમિયાન આરોગ્ય સચિવે સિવિલના અનેક પ્રશ્નો બાબતે ચર્ચા કરી અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતાં .

દર્દીઓને વધુ હાલાકી ન પડે તે માટે કામગીરી કરવા સૂચન કરવામાં આવ્યું હતું . તદઉપરાંત સિટીસ્કેન મશીન અને લિફ્રૂટ બંધ હોવાની પણ નોંધ તેઓએ લીધી હતી.  ત્યારબાદ તેઓએ મેડિકલ કોલેજની જમીન માટે સ્થળ મુલાકાત કરી નિરીક્ષણ કર્યું હતું . ગોધરામાં સરકાર દ્વારા મેડિકલ કોલેજની સ્થાપના કરવા માટે તૈયારીઓ ચાલી રહી છે , તેના ભાગરૂપે આજે મુલાકાત લીધી હોવાનું આરોગ્ય સચિવે જણાવ્યું હતું . આ કોલેજ ૧૦૦ સ્ટુડન્ટથી ચાલુ કરવામાં આવશે .


સીટી સ્કેન સહિતની તમામ મદદ તાત્કાલીક મળશેઃ આરોગ્ય સચિવ મેડીકલ કોલેજની મંજુરી માટેની તમામ તૈયારીઓ સિવિલમાં કરી દેવાઇ છે . સિવિલમાં 360 બેડની સુવિધા તેમજ છબનપુર ખાતે કામ ચલાઉ કોલેજની તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે .

સિવિલ હોસ્પીટલના સર્વેમાં સિવિલ સત્તાધીશોને સીટી સ્કેન મશીન સહીત સ્ટાફની ભરતીની તાત્કાલીક મંજુરી મળી જશે તેમ આરોગ્ય સચિવે જણાવ્યું હતું . મેડીકલ કોલેજમાં 100 બેઠકથી પ્રથમ સત્રની શરુઆત છબનપુરથી થશે .

તસ્વીર:-મનોજ મારવાડી, ગોધરા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.