Western Times News

Gujarati News

સુજલામ સુફલામ યોજના અન્વયે જિલ્લામાં ૭૫ તળાવો ઉંડા કરવાનું કામ ચાલી રહ્યું છે

આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે જિલ્લામાં સુજલામ સુફલામ યોજના અન્વયે થઇ રહેલ કામોનું નિરીક્ષણ કરતા અધિક સચિવશ્રી કાનાણી

સુજલામ સુફલામ યોજના અન્વયે તળાવો ભરાવાથી જિલ્લામાં પાણીનું સ્તર ઉંચુ આવશે

સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત ખેડા જિલ્લામાં બનનાર ૭૫ અમૃત સરોવર માટે

ગાંધીનગરથી સિંચાઇ વિભાગના મુખ્ય ઇજનેરશ્રી અને અધિક સચિવશ્રી કાનાણી, નડિયાદના મહિસિંચાઇ વર્તુળના શ્રી ચૌહાણ, શ્રી નિરવભાઇ તેમજ સિંચાઇ વિભાગના અન્ય ઇજનેરોએ ખેડા જિલ્લાના ઉતરસંડા, હેરંજ અને વડતાલના તળાવોની તાજેતરમા મુલાકાત લઇ કામગીરીનું નીરક્ષણ કર્યું હતું.

તેઓશ્રીએ તળાવો ઉંડા કરવા તેમજ અન્ય માર્ગદર્શન પુરૂ પાડયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આઝાદીકા અમૃત મહોત્સવ અન્વયે ખેડા જિલ્લાના દરેક તાલુકાઓમાં અમૃત સરોવર અન્વયે તળાવો ઉંડા કરવાની કામગીરી સત્વરે પુરી કરવામાં આવનાર છે. આ કામોની મંજૂરી પણ આપવામાં આવી છે.

કામ લોક ભાગીદારીથી થઇ રહયા છે. આ કામગીરી તા.૩૫/૦૫/૨૦૨૨ સુધી ચાલનાર છે તેમ સિંચાઇ વિભાગના ઇજનેરશ્રી અમીનએ જણાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.