Western Times News

Gujarati News

દહેગામ એસટી ડેપોમાં પાર્ક કરેલી બસ ગુમ થઈ ગઈ !

ગાંધીનગર, રાજય સરકારે એસટી બસીમાં મુસાફરીને વેગ આપવા અને બ્રાન્ડિંગ કરવા માટે સલામત સવારીનું સ્લોગન ગુંજતું કર્યું છે. સામાન્ય નાગરિકોને સલામત મુસાફરીની ખાતરી આપતું એસટીનું તંત્ર પોતાની બસને પણ સલામત રાખી શકતું નથી. દહેગામ એસટી ડેપોમાં પાર્ક કરેલી બસ ઓચિંતી ગુમ થઈ ગઈ હતી. આવડી મોટી બસ ગુમ થતાં એસટીનું આખું તંત્ર દોડતું થયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, દહેગામ ડેપોમાં પાર્ક કરેલી બસને રવિવારે રાત્રે કોઈ ઈસમ ચલાવીને લઈ ગયો હતો. દહેગામ બસ સ્ટેન્ડના મેઈન ગેટ પાસે જ પોલીસ ચોકી પણ આવેલી છે. સવારના સમયે બસ ગુમ થયાની જાણ થતાં સમગ્ર એસટીનું તંત્ર દોડતું થયું હતું.

શોધખોળ દરમિયાન ગુમ થયેલી બસ કપડવંજ પાસેના વાધાવત ગામે હોવાની જાણ થઈ હતી. રસ્તામાં હરખજીના મુવાડા ગામ પાસે બસ બિનવારસી હાલતમાં રોડ નજીકથી મળી આવી હતી. ગુમ થયેલી બસ હેમખેમ મળી આવતા એસ.ટી. તંત્રે રાહતનો અનુભવ કર્યો હતો.

જાેકે, આ પ્રકારની ઘટના નોંધાતા ઉચ્ચસ્તરે તપાસ હાથ ધરવામાં આવી છે. રાજયમાં કોઈપણ ડેપો ખાતે ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે વિશેષ તકેદારી રાખવા સૂચના અપાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.