Western Times News

Gujarati News

પાલનપુર- અમદાવાદ રેલ્વે લાઈનની ફાટક નં.૧૬૯ ચાલુ કરવા પ્રજાની માંગ

પાલનપુર, પાલનપુર-અમદાવાદ રેલવે લાઈનની બંધ કરેલ ફાટક નંબર ૧૬૯ ચાલુ કરવા ગ્રામજનો દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ફાટક જયારથી રેલવે લાઈન ચાલુ થઈ છે ત્યારથી લોકોની અવર જવર માટે ખુલ્લી હતી આ ફાટક બંધ કરવામાં આવી છે જેથી લક્ષ્મીપુરા ગામના લોકોને તકલીફ પડી રહી છે.

રેલ્વે લાઈનની ફાટક નંબર-૧૬૯ જે લક્ષ્મીપુરા ગામની પૂર્વ બાજુએ આવેલી છે તે લોકોની અવર-જવર માટે ખુલ્લી હતી આ ફાટક બંધ કરવામાં આવી છે જેથી લક્ષ્મીપુરા ગામના લોકોને અવરજવર કરવી મુશ્કેલ બની છે. લક્ષ્મીપુરા ગામની અંદાજે ૧પ,૦૦૦ની વસ્તી ધરાવતું ગામ છે તેમજ લક્ષ્મીપુરા ગામની આજુબાજુની સોસાયટીઓ મળીને રોજ રપ૦૦૦ લોકો આ ફાટકનો અવર-જવર માટે ઉપયોગ કરે છે.

પાલનપુર ખેતીવાડી માર્કેટ યાર્ડ અન્ય ધંધાકીય વ્યવસાય તેમજ અભ્યાસ કરવા માટે પશ્ચિમ તરફના નજીકના ગઠામણ, ભાવિસણા, સાસોસણા, આકેસણ, ચંગવાડા જેવા ૧પથી ર૦ ગામના લોકો આ ફાટકનો ઉપયોગ કરે છે. આથી લક્ષ્મીપુરા ગ્રામજનો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ફાટક ખોલવા રજુઆત કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.