Western Times News

Gujarati News

મોડાસામાં ટ્રાફિકની સમસ્યા ઉકેલવા તંત્ર દ્વારા કરાતા ‘આંખ આડા કાન’

મોડાસા, અરવલ્લી જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં કાયદો અને વ્યવસ્થા સમીક્ષાની બેઠક મળી જેમાં જિલ્લાના કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે યોગ્ય પગલા લેવા સૂચના અપાઈ હતી આ સાથે જ બેઠકમાં ટ્રાફિક સમસ્યાને લઈને ચર્ચા કરાઈ હતી ત્યારે મોડાસામાં મુખ્ય ચાર રસ્તાથી બસ સ્ટેશન વિસ્તાર સુધી કેટલાય સમયથી ટ્રાફિકની સમસ્યાની માત્ર બેઠકમાં વાતો થાય છે તેવી લોકચર્ચાએ જાેર પકડયું છે.

આ બેઠકમાં જિલ્લામાં ટ્રાફિક સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ હેલ્મેટ, ઓવરલોડિંગ, રેડિયમ રિફલેકટર સહિતના કસ અંગે ચર્ચા કરાઈ હતી. ર૧ માર્ચ- ર૦રરના રોજ મોડાસા પ્રાંત અધિકારી, પોલીસ ચીફ ઓફિસર, મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓની ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી. ત્યારબાદ કોઈ જ નકકર પરિણામો આવ્યા નથી. કાયદો વ્યવસ્થાની બેઠકમાં ચર્ચા કરાય છે. જેમાં ટ્રાફિકના મુદ્દાને આવરી લેવાની વાતો થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.