Western Times News

Gujarati News

ડૉક્ટર્સની બદનામી બાબતે ડૉ.કૌશિક બારોટની ધરપકડ

અમદાવાદ, સાયબર સેલમાં યુ.એન.મહેતા હોસ્પિટલ અને તેમાં કામ કરતા ડૉકટરો વિશે બદનામી કરતી ખોટી પોસ્ટ વાયરલ કરવાની ઘટનામાં હોસ્પિટલના જ આર.એમ.ઓની સંડોવણી બહાર આવી છે. સાયબર સેલે ડૉ. કૌશિક બારોટની ધરપકડ કરી કાર્યવાહી કરી છે.

પોલીસ તપાસમાં ખૂલેલી વિગત મુજબ આરોપીએ ફેક આઈડી બનાવી હોસ્પિટલ અને સ્ટાફને બદનામ કરતી પોસ્ટ વાયરલ કરી હતી. સાયબર સેલમાં હોસ્પિટલમાં કામ કરતા ફરિયાદીએ ફરિયાદ કરી હતી.

જે મુજબ ડૉ. સતીશ પટેલ નામનું ફેક આઈડી બનાવી અજાણ્યો વ્યક્તિ યુ.એન.મેહતા હોસ્પિટલના ડૉકટરો અને સંસ્થામાં થતા કાર્યક્રમો અંગે વાતને ટ્‌વીસ્ટ કરી બદનામી કરતી પોસ્ટ અજાણ્યો વ્યક્તિ કરી રહ્યો છે. આ પોસ્ટને પગલે ડૉકટરો અને હોસ્પિટલની ભારે બદનામી થઈ હતી.

બનાવ અંગે સાયબર સેલની ટીમે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે ફેસબૂક આઇડીની તપાસ કરી હતી. જુદા જુદા નંબરોની વિગત મંગાવી હતી.

જે મુજબ આરોપીએ વોઇસ ચેન્જ એપ ડાઉનલોડ કરી છોકરીના અવાજનો ઉપયોગ કરી પોસ્ટ કરી હોવાનું ખુલ્યું હતું. આ માટે આરોપીએ બીજા વ્યક્તિના નામના સીમકાર્ડનો ઉપયોગ કર્યો હતો.

પોલીસ તપાસ અને નિવેદનોના આધારે સ્પષ્ટ થયું કે, આ આ ગુનાઇત કૃત્યમાં યુ.એન.મહેતા હોસ્પિટલમાં ૨૦૦૪થી ફરજ બજાવતા આર.એમ.ઓ ડૉ. કૌશિક રમણલાલ બારોટ ઉં,૪૬ રહે રમેશનગર સોસાયટી, ઇન્ડિયા કોલોની બાપુનગરનો હાથ છે. જેના આધારે પોલીસે આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.ss3kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.