Western Times News

Gujarati News

પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ પ્રથમ સંબોધનમાં કાશ્મીરનો રાગ આલાપ્યો

ઇસ્લામાબાદ, પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફે રાષ્ટ્રના નામે પોતાના પ્રથમ સંબોધનમાં ફરી એક વખત કાશ્મીરનો રાગ આલાપ્યો છે. તેમણે ભારતમાં જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ ૩૭૦ બહાલ કરવાનું આહ્વાન કર્યું છે.

પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ કહ્યું કે એશિયામાં શાંતિ માટે ભારતે જમ્મુ કાશ્મીરમાં ૫ ઓગસ્ટ ૨૦૧૯ના પહેલાવાળી સ્થિતિને બહાલ કરવી જાેઈએ અને આર્ટિકલ ૩૭૦ને લઇને પોતાના ર્નિણય પલટાવી દેવો જાેઈએ. જેથી જમ્મુ કાશ્મીરના મુદ્દાને વાતચીત દ્વારા ઉકેલી શકાય.

રિપોર્ટ પ્રમાણે શહબાઝ શરીફે કહ્યું કે એશિયામાં શાંતિ પ્રસાર માટે ૫ ઓગસ્ટ ૨૦૧૯ના એકતરફી અને અવૈધ ર્નિણયને રદ કરવાની ભારતની જવાબદારી છે. જેથી જમ્મુ કાશ્મીરના મુદ્દાને વાતચીત દ્વારા ઉકેલી શકાય.

સમાચાર એજન્સી પીટીઆઈના મતે શહબાઝ શરીફે પોતાના સંબોધનમાં કહ્યું કે અમે કેમ ઇચ્છીએ કે અમારી આવનારી પેઢીઓ ભોગવે. આવો સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવો અને કાશ્મીરીઓની અપેક્ષાઓ પ્રમાણે મુદ્દાને ઉકેલીએ. જેથી સરહદની બન્ને તરફ ગરીબીની સમાપ્ત કરી શકીએ.

આ વર્ષે એપ્રિલમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી બન્યા પછી દેશની નેશનલ એસેમ્બલીમાં પોતાના ઉદ્‌ઘાટન ભાષણમાં પણ શહબાઝ શરીફે જમ્મુ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારતે ૫ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ સંવિધાનના આર્ટિકલ ૩૭૦ને નિરસ્ત કરીને જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જાે સમાપ્ત કરી દીધો હતો. આ ર્નિણય પછી ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવ વધી ગયો હતો.

શહબાઝ શરીફે પોતાના સંબોધનમાં કહ્યું કે પાકિસ્તાનને દેવાળીયું થવાથી બચાવવા માટે ઇંધણની કિંમતોમાં વધારો કરવો તેમની સરકારની મજબૂરી હતી. પાકિસ્તાને ૨૬ મે ના રોજ પેટ્રોલિયમ ઉત્પાદોની કિંમતોમાં ૩૦ રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો.

દેશની ખરાબ અર્થવ્યવસ્થા માટે પ્રધાનમંત્રી શહબાઝ શરીફે પોતાની પહેલાની ઇમરાન સરકારને જવાબદાર ગણાવી હતી. તેમણે કહ્યું કે અમે લોકોની માંગણી પર એક ભ્રષ્ટ સરકાર બદલી છે.

શહબાઝ શરીફે પોતાના સંબોધનમાં ૨૮ અબજ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે. ૩૭૦ની કલમ હટયા બાદ કાશ્મીરની તસવીર બદલાઈ છે. દેશમાં અનેક ભાગોમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે કશ્મીર સહેલાણીઓથી ઉભરાયું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.