Western Times News

Gujarati News

ગુજરાતના શહેરી-ગ્રામીણ વિસ્તારમાં કુલ ૯.૭૬ લાખથી વધુ આવાસ નિર્માણ થકી નાગરિકોને મળ્યું પોતાના “સ્વપ્નનું ઘર”

ગાંધીનગર,વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે ભારતમાં ઘર વિહોણા તમામ નાગરિકોના માથે પાક્કી છત એટલે કે પાકા આવાસ ઉપલબ્ધ કરાવીને જીવનધોરણ ઊંચું લાવવાનો નિર્ધાર કર્યો છે. જેના ભાગરૂપે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતમાં મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સબળ નેતૃત્વમાં શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારમાં કુલ ૯.૭૬ લાખથી વધુ નવા આવાસ તૈયાર કરીને ઘરવિહોણા નાગરિકોને ઘર આપીને તેમના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કર્યું છે.

ગુજરાતમાં ગુહ નિર્માણ-ગ્રામવિકાસ મંત્રીશ્રી અર્જૂનસિંહ ચૌહાણ અને રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાના સતત માર્ગદર્શનમાં આગામી વર્ષ ૨૦૨૪ સુધીમાં તમામ ઘર વિહોણાં-કાચા આવાસ ધરાવતા નાગરિકોને સુવિધાયુક્ત પાકા આવાસ આપીને લાખો કુટુંબનું પોતાના સ્વપ્નનું ઘરનું સપનુ સાચા અર્થમાં સાકાર કરવાનો નિર્ધાર કરાયો છે.

મધ્યમ વર્ગના તમામને ઘર ઉપલબ્ધ કરાવવાના હેતુથી ગુજરાતમાં પીએમ આવાસ યોજના અંતર્ગત શહેરી વિસ્તારમાં કુલ ૮.૬૧ લાખ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૪.૪૯ લાખ નવીન આવાસ નિર્માણનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે જેને પૂર્ણ કરવા સંબંધિત વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે.

ગુજરાત સહિત સમગ્ર ભારતમાં પીએમ આવાસ યોજના હેઠળ જરૂરિયાત મંદોને પોતાનું નવું સરનામું આપવાના હેતુથી અત્યાર સુધીમાં કુલ ૩.૧૦ કરોડથી સૌથી વધુ નવીન આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આગામી એક વર્ષમાં વધુ ૮૦ લાખ નવા ઘર બનાવવાનું લક્ષ્યાંક કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જેને સાકાર કરવા કેન્દ્ર દ્વારા ચાલુ વર્ષે બજેટમાં રૂ. ૪૮ હજાર કરોડથી માતબર રકમની પણ જાેગવાઈ કરવામાં આવી છે.

આ લક્ષ્યાંકને મૂર્તિમંત કરવા પીએમ આવાસ યોજનાને આગામી માર્ચ ૨૦૨૪ સુધી ચાલુ રાખવાનું પણ કેન્દ્ર સરકાર દ્વારા ર્નિણય કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી રાજયના શહેરો/નગરોને ઝુંપડપટ્ટી મુકત કરવા અને શહેરી વિસ્તારમાં શહેરી ગરીબો- મધ્યમ વર્ગના લાભાર્થીઓને વ્યાજબી કિંમતના આવાસો ઉપલબ્ધ કરવાના ઉમદા હેતુ સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના – હાઉસીંગ ફોર ઓલ-શહેરીના ધ્યેય મંત્ર સાથે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ૨૫ જૂન ૨૦૧૫ના રોજ યોજના જાહેર કરવામાં આવી હતી.

આ આવાસ યોજનામાં ગુજરાતની ૧૬૨ નગરપાલિકા, ૮ મહાનગરપાલિકા અને ૧ નોટીફાઇડ શહેર સાપુતારાનો આ યોજનામાં સમાવેશ થાય છે ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઘટકવાર થયેલ પ્રગતિમાં અફોર્ડેબલ હાઉસીંગ ઇન પાર્ટનરશિપ ઘટક હેઠળ સરકારી ખુલી જમીનો પર ૪૦ ચો.મી સુધીના આવાસો બાંધવા રૂ. ૩ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા ઘર વિહોણા પતિ-પત્ની અને અપરણિત બાળકો પરિવાર તરીકે વ્યાખ્યાયિત લાભાર્થીઓનો સમાવેશ કરવામાં આવે છે.

જેમાં કેન્દ્ર સરકાર દ્વારા રૂ. ૧.૫૦ તથા રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧.૫૦ લાખ એમ કુલ મળી રૂ. ૩ લાખની સહાય આપવામાં આવે છે. જયારે ૩૦ ચો.મીના આવાસ માટે લાભાર્થી ફાળા પેટે રૂ. ૩ લાખ તથા ૪૦ ચો.મી.ના આવાસો માટે લાભાર્થી ફાળા પેટે રૂ. ૫.૫૦ લાખ લાભાર્થી ફાળો ભોગવવાનો રહે છે.

આ ઘટક અંતર્ગત કુલ ૨.૨૭ લાખ આવાસો મંજૂર કરાવી તે પૈકી ૧.૭ લાખ જેટલા આવાસોની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ઇન સીટુ સ્લમ રી-ડેવલપમેન્ટ ઘટક હેઠળ શહેરી વિસ્તારોમાં સરકારી જમીનો પર આવેલ ઝૂંપડાવાસીઓને તે જ જગ્યા પર સુવિધા સભર આવાસો વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે.HS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.