Western Times News

Gujarati News

સમગ્ર ગુજરાતના શિક્ષણનું સ્તર નીચું છેઃ મનસુખ વસાવા

ગુજરાતના ગણ્યા-ગાંઠ્‌યા લોકો IPS, IAS અધિકારી છે, મોટા ઉદ્યોગોના કિ-પોસ્ટમાં એક ટકા પણ ગુજરાતી નહીં

નર્મદા, એક તરફ ગુજરાતમાં ચૂંટણી માહોલ જામી રહ્યો છે. જેમાં સૌથી વધુ વિપક્ષ શિક્ષણને લઈ ભાજપ સરકારને ઘેરી રહ્યું છે. સ્માર્ટ શાળાથી માંડી ઓરડા સુધી વિપક્ષ ત્યાં જઈ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની ખામીઑ કાઢી રહ્યું છે. તેમાંય ભાજપના સાંસદે જ સરકારેને શિક્ષણ મુદ્દે ઘેરી છે. હંમેશા પોતાના પક્ષ વિરોધી નિવેદનોથી વિવાદોમાં રહેતા મનસુખ વાસવાએ ગુજરાતના શિક્ષણને લઈ નિવેદન આપ્યું છે જેમાં શિક્ષણનું નીચું સ્તર હોવાની વાત કબૂલી છે.

નર્મદાના રાજપીપળામાં બાળકો માટે કારકિર્દી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મનસુખ વસાવાએ ગુજરાતના શિક્ષણના સ્તર અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, નર્મદા જિલ્લામાં શિક્ષણનું સ્તર ખૂબ નીચું છે. નર્મદાની સાથે સમગ્ર ગુજરાતના શિક્ષણનું સ્તર પણ નીચું છે. જેના પૂરાવા પણ મારી પાસે છે.

વધુમાં તેમણે કહ્યું કે, ગુજરાતના ગણ્યા-ગાંઠ્‌યા લોકો IPS અને IAS અધિકારીઓ બને છે. અત્યારે ગુજરાતમાં જેટલા પણ IPS  અને IAS અધિકારીઓ છે, તે તમામ પ્રમોશનથી બન્યા છે. ગુજરાતની બેન્કોેમાં મેનેજર પણ અન્ય રાજ્યના જાેવા મળે છે. સાથે ગુજરાતના મોટા ઉદ્યોગોના કિ-પોસ્ટમાં પણ બહારના રાજ્યો વધુ જાેવા મળે છે. જેનો સર્વે મેં ખૂદ કર્યો છે.રેલવેની ભરતીમાં ગુજરાતના ગણ્યા-ગાંઠ્‌યા લોકો જ આવે છે.

ONGCની પરીક્ષામાં પણ અન્ય રાજ્યના લોકોની પસંદગી થાય છે. મોટા ઉદ્યોગોના કિ-પોસ્ટમાં એક ટકા પણ ગુજરાતી નહીં એમાંય કિ-પોસ્ટના અધિકારીઓનો પગાર કલેક્ટર કરતા પણ ઉંચા હોય છે.આ પહેલા ૨૪ એપ્રિલના રોજ પણ મનસુખ વસાવા ભરતી પ્રક્રિયામાં થતી ગેરરીતિ અને સ્થાનિક ઉમેદવારોને લઈ નિવેદન આપ્યું હતું કે ઘણી એવી ભરતીઓ છે જેમાં સ્થાનિક ભાષામાં નિપુણ ન હોય તેવાંની ભરતી કરવામાં આવે છે.

ખોટી રીતે પસંદ કરેલા ઉમેદવારોની ભરતી રદ કરવાની મનસુખ વસાવાએ માંગ કરી હતી.તાજેતરમાં જ ૬૬૦ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. તેઓએ પત્રમાં જણાવ્યું કે, ૬૬૦ ઉમેદવારોમાંથી માત્ર ૧૫ ટકા જ સ્થાનિક ઉમેદવારો અને ૮૫ ટકા જેટલાં ઉમેદવારો અન્ય રાજ્યોના એટલે કે તેઓ સ્થાનિક નથી. ભરતી પ્રક્રિયામાં અન્ય રાજ્યોના ઉમેદવાર હોવાનો મનસુખ વસાવા દ્વારા ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.