Western Times News

Gujarati News

અબુધાબીનું BAPS હિંદુ મંદિર ફેબ્રુઆરી ર૦ર૪ સુધીમાં તૈયાર થઈ જશે

(એજન્સી), અબુધાબીમાં બીએપીએસ હિંદુ મંદીર, તેના ‘મહાપીઠ’ સમારોહ સાથે મંદીરના પ્રથમ માળનો પ્રથમ પથ્થર મુકવામાં આવતા હતા તેના બાંધકામ પ્રવાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ કરી કહયું છે. અત્યાર સુધીમાં પથ્થરના ૧૪ સ્તરો ધરાવતાં પાયો અને ભોયતળીયું પૂર્ણ થઈ ગયું છે.

અને આ સમારોહ મંદીરના નિર્માણના આગલા તબકકાની શરૂઆત છે. અને ર૦ર૪માં તે સંપૂર્ણ તૈયાર થઈ જશે. આગામી મંદીરના વડાસ્વામી બ્રહ્મવિહારદાસ અને આંતરરાષ્ટ્રીય મંદીર નિર્માણની દેખરેખ રાખનારા સ્વામી અક્ષયમુનીદાસ સ્વામી, યુએઈમાં ભારતના રાજદુત મહામહીમ સંજય સુધીર સમુદાયના આગેવાનો

અને સભ્યો સહીત યુએઈના પ૦૦થી વધુ પ્રતીષ્ઠીત મહેમાનો સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમમાં હાજરી આપનારા આર્કીટેકસ ટેકનીકલ, કન્સલ્ટટસ સમુદાયના અધિકારીઓને અને સ્વયંસેવકો ના ઉત્સાહ સ્પષ્ટ દેખાય આવતો હતો. મંદીરના પહેલા માળનું બાંધકામ એ એક મહત્વપૂર્ણ વિશેષતા છે.

કારણ કે તે ‘ગર્ભગૃહ’ આકાર આપશે જે મંદીરમાં કેન્દ્રોમાં છે અને તેમાં દેવતાઓની ર્મૂતિ મુકવામાં આવે છે. પપ,૦૦૦ ચોરસ મીટરમાં ફેલાયેલા આ સંકુલમાં પથ્થરથી કોતરેલા મંદીર ઉપરાંત એક વિશાળ એમ્ફીપીથીયેટર એક પ્રદર્શ્ન હોલ, એક પુસ્તકાલય, એક ફૂડ કોર્ટ એક કોમ્યુનીટી હોલનો પણ સમાવેશ થાય છે.

યુએઈમાં સાતસ્તરો સાથે, જયારે તે ર૦ર૪માં ખુલશે ત્યારે પુજા સ્થળ ૩ર મીટર ઉચું હશે. આર્કીટેકટ અને એન્જીનીયર્સ ભારતથી મંદીરના સ્થળના ચોકકસ સ્લોટ પર મોકલવામાં આવેલા સ્તંભો અને કોતરણીને મેચ કરવા માટે વિશાળ માળની યોજનાઓ પર ધ્યાન આપી રહયા છે. ગ્રાઉન્ડ ફલોરના રવેશનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે.

પહેલા માળે હિદુ દેવતાઓના જીવનને દર્શાવતી કોતરણી સાથે સંગીતકારો, નર્તકો, મોર, ઉટ ઘોડા અને હાથીઓની સજાવવામાં આવેલ બાંધકામ ટુંક સમયમાં શરૂ થશે. મંદીરના બહારના ભાગમાં ૧,૦૦૦થી વધુ દેવતાઓની કોતરણીને ઉમેરવામાં આવશે,

જેમાં ઓછામાં ઓછા ૩૦ હાથીના માથાવાળા ભગવાન ગણેશની ર્મૂતિની યોજના પણ છે. મંદીર તરફ જતા પગથીયા અન્ય પ્રાચીન સંસ્કૃતિઓના લોકાના ઉપદેશોનું ચિત્રણ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.