Western Times News

Gujarati News

દિલ્હીના રસ્તા પર ઇ ઓટોની સંખ્યા વધશે: કેજરીવાલ સરકાર

પ્રતિકાત્મક

નવીદિલ્લી,દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હાલમાં જ ૨૦ ઑટો ડ્રાઈવર્સને ખુદ આરસી સોંપીને ઈલેક્ટ્રીક ઑટોને લીલી ઝંડી બતાવી હતી. પ્રદૂષણ સામે દિલ્લી સરકારે ઈલેક્ટ્રીક વાહનો પર જાેર આપી રહી છે, માટે દિલ્લીનુ પરિવહન વિભાગ ઈચ્છે છે કે રાજધાનીમાં ઈલેક્ટ્રીક ઑટોની સંખ્યા વધે.

પરિવહન વિભાગે કહ્યુ કે ગયા વર્ષે જ ૪૨૬૧ ઈ-ઑટો લાયસન્સ માટે પ્રક્રિયા શરુ થઈ હતી. આના માટે વિભાગમાંથી અમુક લોકોએ લેટર ઑફ ઈંડેંટ(એલઓઆઈ) પણ મેળવી લીધુ છે. માટે વિભાગ ઈચ્છે છે કે બધા લોકો જલ્દી ઈ-ઑટો ખરીદની પ્રક્રિયા પૂરી કરે. દિલ્હી સરકારે કહ્યુ છે કે રાજધાનીના રસ્તાઓ પર ઇલેક્ટ્રિક ઑટો ચલાવવાથી પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થશે.

રાજધાનીના રસ્તાઓ પર એક જ રંગની ઇલેક્ટ્રિક ઑટો અને ઇલેક્ટ્રિક બસો દેખાવા લાગી છે અને હવે સરકાર ઇલેક્ટ્રિક ઑટોની સંખ્યા વધારવા માંગે છે.દિલ્હી ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે કહ્યુ કે જે લોકોએ હજુ સુધી ઑટો ખરીદી નથી, જાે તેઓને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તેઓ તમામ વિભાગીય અધિકારીઓનો સંપર્ક કરી શકે છે.hs2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.