Western Times News

Gujarati News

સેન્સેક્સ ૩૫૯ અને નિફ્ટી ૭૭ પોઈન્ટ તૂટ્યો

ઓટો, મેટલ અને રિયલ્ટી શેરોમાં ખરીદારી જાેવા મળી, પાવર અને ફાઇનાન્શિયલ શેરોમાં વેચવાલીનું દબાણ

મુંબઈ, મંગળવારે સેન્સેક્સ ૦.૬૪ ટકા અથવા ૩૫૯.૩૩ પોઈન્ટ ઘટીને ૫૫,૫૬૬.૪૧ પર બંધ થયો. તે આજે ૩૦૩ પોઈન્ટ ઘટીને ૫૫,૬૨૨ પર ખુલ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન, તે મહત્તમ ૫૫,૯૨૫.૬૨ પોઇન્ટ અને ન્યૂનતમ ૫૫,૩૬૯.૧૪ પોઇન્ટ સુધી ગયો. બજાર બંધ થવાના સમયે સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૧૭ શેરો લીલા નિશાન પર અને ૧૩ શેર લાલ નિશાન પર હતા.

સતત ત્રણ સત્રમાં તેજી સાથે બંધ થયા બાદ મંગળવારે ભારતીય શેરબજારમાં પ્રોફિટ-બુકિંગ જાેવા મળ્યું હતું. કોટક બેંક, એચડીએફસી અને સન ફાર્મા જેવા શેરોમાં સૌથી વધુ ઘટાડો જાેવા મળ્યો હતો. જાેકે, ચીન દ્વારા કોવિડ પ્રતિબંધો હળવા થવાને કારણે મેટલ શેરોમાં વધારો જાેવા મળ્યો છે. રોકાણકારો હાલમાં ભારતના જીડીપીના આંકડાની રાહ જાેઈ રહ્યા છે.

આ આંકડા મંગળવારે સાંજે જાહેર થયા છે. મંગળવારના સેશનમાં ઓટો, મેટલ અને રિયલ્ટી શેરોમાં ખરીદારી જાેવા મળી છે. બીજી તરફ પાવર અને ફાઇનાન્શિયલ શેરોમાં વેચવાલીનું દબાણ જાેવા મળ્યું હતું. દેશની સૌથી મોટી વીમા કંપની એલઆઈસીની વાત કરીએ તો ચોથા ક્વાર્ટરમાં કંપનીના ચોખ્ખા નફામાં લગભગ ૧૭ ટકાનો ઘટાડો થવાની અસર શેર પર જાેવા મળી રહી છે.

આજે બીએસઈ પર એલઆઈસીનો શેર ૩.૧૭ ટકા અથવા રૂ. ૨૬.૫૫ ઘટીને ૮૧૦.૫૦ પર બંધ થયો હતો.બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) સેન્સેક્સ મંગળવારે ૦.૬૪ ટકા અથવા ૩૫૯.૩૩ પોઈન્ટ ઘટીને ૫૫,૫૬૬.૪૧ પર બંધ થયો હતો. તે આજે ૩૦૩ પોઈન્ટ ઘટીને ૫૫,૬૨૨ પર ખુલ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન, તે મહત્તમ ૫૫,૯૨૫.૬૨ પોઇન્ટ અને ન્યૂનતમ ૫૫,૩૬૯.૧૪ પોઇન્ટ સુધી ગયો.

બજાર બંધ થવાના સમયે સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૧૭ શેરો લીલા નિશાન પર અને ૧૩ શેર લાલ નિશાન પર હતા. સૌથી વધુ ફાયદો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને એનટીપીસીના શેરમાં જાેવા મળ્યો હતો અને સૌથી વધુ ઘટાડો કોટક બેંક અને સન ફાર્માના શેરમાં જાેવા મળ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેન્જના ઈન્ડેક્સ નિફ્ટીની વાત કરીએ તો મંગળવારે તે ૦.૪૬ ટકા અથવા ૭૬.૮૫ પોઈન્ટ ઘટીને ૧૬,૫૮૪.૫૫ પોઈન્ટ પર બંધ થયો હતો. તે આજે ૧૬,૫૭૮.૪૫ પોઈન્ટ પર ખુલ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન નિફ્ટી ૧૬,૬૯૦ પોઈન્ટ અને ન્યૂનતમ ૧૬,૫૨૧ પોઈન્ટ પર ગયો હતો. બજાર બંધ થવા પર નિફ્ટીના ૨૭ શેર લીલા નિશાન પર, ૨૧ શેર લાલ નિશાન પર અને ૨ શેર કોઈપણ ફેરફાર વગર ટ્રેડ થતા જાેવા મળ્યા હતા.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.