Western Times News

Gujarati News

ભરૂચ પોલીસનો નવતર અભિગમ:ફરિયાદો,સૂચનો માટે લેટર બોક્સ મુક્યા

ભરૂચ પોલીસનો નવતર અભિગમ નાગરિકોની ફરિયાદો,સૂચનો અને અભિપ્રાયો માટે ૫  સ્થળોએ લેટર બોક્સ મુક્યા.

લોકો Suggestion box થકી પોતાની વેદના અને સમસ્યા જણાવી શકશે.       

(વિરલ રાણા) ભરૂચ,ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે.જેમાં નાગરિકોની ફરિયાદો,સૂચનો અને અભિપ્રાયો માટે વિવિધ ૫ સ્થળોએ લેટર બોક્સ મુકવામાં આવ્યા છે.ભરૂચ પોલીસ દ્વારા નગરજનો સાથે સીધો સંપર્ક કેળવવા જાહેર સ્થળોએ સઝેશન બોક્સ મુકવામાં આવ્યા હતા.આ બોક્સમાં ફરિયાદ,રજૂઆત અને સૂચનોને આવકારવા સાથે તેનું ત્વરિત નિરાકરણ લાવી લોક સુખાકારી વધારવા પ્રયત્નશીલ બની છે.

ભરૂચ પોલીસ દ્વારા શહેરના ભરૂચ રેલવે સ્ટેશન, તુલસીધામ, માતરીયા તળાવ,ઝાડેશ્વર નર્મદા પાર્ક સહિત અલગ – અલગ ૫ સ્થળોએ સજેશન બોક્સ મુકાવ્યા છે.હાલ માં ભરૂચ શહેરના રેલવે સ્ટેશન સહિત ૫ સ્થળોએ સજેશન બોક્સ મુકવામાં આવ્યા છે.આ બોક્સમાં લોકો નિર્ભય બની વ્યક્તિ ઓળખ સાથે અથવા ઓળખ છુપાવીને પોલીસને હકીકતથી સમસ્યા થી વાકેફ રાખી શકે છે.

પોલીસ એક ચોક્કસ સમયગાળા બાદ આ બોક્સ ખોલી મળેલા પત્રનો જવાબ કાર્યવાહી અથવા જરૂરી માર્ગદર્શન આપવા પ્રયત્ન કરશે.  ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક તરીકે ચાર્જ લીધા બાદ IPS અધિકારી ડો.લીના પાટીલે પ્રથમ રાઉન્ડમાં કડક અધિકારી તરીકેની છાપ ઉભી કર્યા બાદ હવે એક કડક સ્વભાવના અધિકારીમાં રહેલા માનવતાવાદી વ્યક્તિત્વના દર્શન કરાવી રહ્યા છે.સામાન્ય લોકો પોલીસની દૂર રહેવામાં જ ભલાઈ સમજતા હોય છે.

આ કારણોસર ઘણીવાર આસપાસના વિસ્તારમાં અસામાજીક કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવા છતાં લોકો આખો ફેરવી લેતા હોય છે.પોલીસ સુધી હકીકત પહોંચાડી આમ આદમીએ પોલીસ સ્ટેશન જવું પણ ન પડે તેવી ભરૂચ પોલીસે વ્યવસ્થા તૈયાર કરી છે.આ રીતે પ્રજાજનો પોલીસને હકીકતથી સમસ્યા થી વાકેફ કરવા સાથે શહેરની સમસ્યાઓ હલ કરવામાં ભાગીદાર પણ બની શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.