Western Times News

Gujarati News

પંજાબમાં હવે નીરજ બવાના ગેંગ પણ મેદાનમાં ઉતરી

અમૃતસર, પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલા હત્યાકાંડ બાદ ફરી એક વખત પંજાબમાં ગેંગવોર શરૂ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિક્કી ગોંડર અને દવિંદર બંબીહા ગેંગ બાદ નીરજ બવાના ગેંગ પણ મેદાનમાં ઉતરી છે. નીરજ બવાના ગેંગની એક ફેસબુક પોસ્ટમાં સિદ્ધૂ મૂસેવાલાની હત્યાની નિંદા કરતા ધમકી આપી છે કે, તેઓ ૨ દિવસની અંદર મૂસેવાલાની હત્યાનો બદલો લેશે.

તમને જણાવી દઈએ કે, નીરજ બવાનાનું નામ હાલમાં જ પહેલવાન સુશીલ કુમાર મામલે ચર્ચામાં રહ્યું હતું. દિલ્હીની તિહાડ જેલમાં બંધ નીરજ બવાના જેલની અંદરથી જ ગેંગ ચલાવી રહ્યો છે.પંજાબી સિંગર શુભદીપ સિંહ સિદ્ધૂ મૂસેવાલા હત્યાકાંડ મામલે ઉત્તરાખંડના દેહરાદૂનથી કાબૂ ગયેલા મનપ્રીત સિંહ સહીત પંજાબના ૨ ગેંગસ્ટરોને માનસાની અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા.

અદાલતે પૂછપરછ માટે ત્રણેયને ૫ દિવસની પોલીસ રિમાન્ડ પર તેમને પોલીસને સોંપવામાં આવ્યા છે. પોલીસને સિદ્ધૂ મૂસેવાલા હત્યાકાંડમાં મનપ્રીત સિંહ પાસેથી કેટલાક ઈનપુટ મળ્યા હતા જેના આધાર પર પોલીસે ફિરોઝપુર જેલમાં બંધ ગેંગસ્ટર મનપ્રીત સિંહ મન્ના અને બઠિંડા જેલમાં બંધ એક ગેંગસ્ટરને પ્રોડક્શન વોરન્ટ પર લાવીને માનસાની અદાલતમાં રજૂ કર્યા હતા.

તલવંડી સાબોના રહેવાસી મનપ્રીત મન્ના વિરુદ્ધ હાલ ૧૧ કેસ ચાલી રહ્યા છે. બીજી તરફ આ હત્યાકાંડમાં સામેલ ગણાવવામાં આવી રહેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ૫ દિવસના રિમાન્ડ પર લીધો હતો. સ્પેશિયલ સેલ બિશ્નોઈને તિહાડ જેલથી પૂછપરછ માટે લઈ ગઈ હતી.

ગેંગસ્ટર તિહાડ જેલની સ્પેશિયલ સેલમાં બંધ હતો. આ અગાઉ લોરેન્સ બિશ્નોઈએ પોતાની સુરક્ષા માટે અને તેને દિલ્હીની તિહાડ જેલથી બહાર ન મોકલવાને લઈને દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ સિવાય કાલા જઠેડી અને કાલા રાણા પહેલાથી જ કોઈ અન્ય કેસમાં સ્પેશિયલ સેલની કસ્ટડીમાં છે. પોલીસની સ્પેશિયલ સેલ હવે ત્રણેયની પૂછપરછ કરશે.ss2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.