Western Times News

Gujarati News

ગોંડલમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર હવસખોરને ૨૦ વર્ષની સજા ફટકારી

રાજકોટ,ગોંડલમાં સગીરાને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી ભગાડી જઇ દુષ્કર્મ આચરવાના પોકસોના ગુનામાં ઝડપાયેલા આરોપી રાહુલ રમેશ બારેલાને ગોંડલ કોર્ટે ૨૦ વર્ષની સજા ફરમાવતો હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ ત્રણ વર્ષ પહેલા સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી ભગાડી જઇ તેણીની ઇચ્છા શરીર સંબંધ બાંધેલા હોય સગીરાના પિતાને સમગ્ર ઘટનાક્રમની જાણ થતા તેઓએ આરોપી વિરૂધ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ તથા પોકસો એકટની કલમ ૪, ૮ અને ૧૦ મુજબનો ગુન્હો ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યો હતો.

ધરપકડ બાદ આરોપી સામે ચાર્જશીટ કરવામાં આવતા અને કેસ ચાલી જતા સરકારી વકીલ દ્વારા દસ્તાવેજી પુરાવા રજુ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ૭ સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા અને મૌખિક પુરાવાની શરૂઆતમાં પંચોની જુબાની નોંધવામાં આવેલ પરંતુ પંચોએ કેસની હકીકતને સમર્થન આપ્યું નથી.

જેથી સરકારી વકીલે પીડિત સગીરાનો મૌખિક પુરાવો સ્પે. કોર્ટ (પોકસો)માં નોંધાવેલ ત્યારબાદ તપાસ કરનાર અમલદાર કે.એન.રામાનુજ, ડોકટર કે.એમ.ભેદી (મેડીકલ ઓફિસર, સરકારી હોસ્પિટલ, ગોંડલ) પાસે મૌખિક પુરાવો લેવડાવેલ હતો જેમાં સમગ્ર ઇન્વેસ્ટીગેશન અને બનાવની હકીકતને સમર્થન મળતા તત્વો મળી આવ્યા હતા.

કોર્ટે જુબાનીને પુરાવામાં ગ્રાહ્ય રાખાઇ હતી. ઉપરાંત સરકારી વકીલની દલીલોમાં જણાવેલ કે, આ આરોપીએ સગીર વયની બાળકીને ભોળવી લલચાવી ફોસલાવી તેણીને પોતાની સાથે ભગાડીને તેણી સાથે તેની ઇચ્છા વિરૂૂધ્ધ બદકામ કરેલ છે અને ભોગ બનનાર બાળકીના શરીર સાથે અડપલા કરીને તેણીનું માનસિક મનોબળ ભાંગી નાખેલ છે.

તેમજ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૬ સાથે પોકસો એકટની કલમ ૪ અને ૬ની રેકર્ડ પર ગંભીરતા જણાવી વિસ્તૃતમાં દલીલ કરી હતી. જેથી કોર્ટે ગુન્હાહીત કૃત્ય આચરનાર આરોપી રાહુલનાને તકસીરવાન ઠરાવી પોકસો જજ ડી.આર.ભટ્ટએ ૨૦ વર્ષની સખત કેદની સજા ફરમાવવાનો હુકમ કર્યો હતો.આ કેસમાં સરકારી વકીલ ઘનશ્યામ ડોબરીયા રોકાયેલા હતા.hs3kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.