Western Times News

Gujarati News

લક્ઝમબર્ગ સ્ટોક એક્સચેન્જ-ઈન્ડિયા INXના સમજૂતી કરાર

અમદાવાદ, ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક (ગિફ્ટ) સિટીમાં આજે યોજાયેલા સમારોહમાં લક્ઝમબર્ગ સ્ટોક એક્સચેન્જ (લક્સએસઈ) અને ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જ લિમિટેડ (આઈએફએસસી)લિમિટેડ (ઇન્ડિયા આઈએનએક્સ) એ સહકાર સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા હતા, જેનાં દ્વારા બંને એક્સચેન્જ લિસ્ટેડ ભારતીય જામીનગીરીઓને લક્સએસઈપર લઈ જઈને આંતરરાષ્ટ્રીય રોકાણકારોને સરળતા કરી આપશે.

નવેમ્બર ૨૦૨૦માં બંને સંસ્થાઓ દ્વારા થયેલાં સમજૂતિપત્રને આધારે આ સમજૂતિ થઈ છે. સમજૂતિમાં ભારતના ગ્રીન ફાઇનાન્સને આગળ ધપાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આજની જાહેરાત ભારત અને આંતરરાષ્ટ્રીય મૂડી બજારો વચ્ચેનો અવકાશ પૂરવા અને સસ્ટેનેબલ ફાઇનાન્સમાં સરહદ પારનાં સહકારને મજબૂત બનાવવા બંને ઇન્ટરનેશનલ એક્સચેન્જ દ્વારા આગામી મહત્વનાં પગલાંની શરૂઆત છે.

સમારોહ દરમિયાન, ભારતીય કંપની પાવર ફાઇનાન્સ કોર્પોરેશન દ્વારા જારી કરવામાં આવેલા ગ્રીન બોન્ડનાં લક્સએસઈપર પલિસ્ટીંગની જાહેરાત પણ કરવામાં આવી હતી. ૩૦૦ મિલિયન યુરોનાં ગ્રીન બોન્ડ ઇન્ડિયા આઈએનએક્સપર પહેલેથી જ લિસ્ટેડ છે, જ્યારે હવે તે લક્સએસઈની જામીનગીરીઓની સત્તાવાર યાદીમાં રજીસ્ટર્ડ છે.

આ પ્રસંગે ભારતની નાણાકીય નિયમનકાર ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટી (આઈએફએસસીએ) ના ચેરમેન ઇન્જેતી શ્રીનિવાસે જણાવ્યું હતું કે, “ઇન્ડિયા આઈએનએક્સઅને લક્સએસઈવચ્ચેની સમજૂતિ આઈએફએસસીને સસ્ટેનેબલ ફાઇનાન્સ માટેનાં હબ તરીકે વિક્સાવવાની દિશામાં બીજું પગલું છે.”

લક્સએસઈએ ઇન્ટરનેશનલ ડેટ સિક્યોરિટીઝનાં લિસ્ટિંગ માટે વિશ્વનું અગ્રણી એક્સચેન્જ છે, જે ૧૦૦ વિવિધ દેશોમાંથી ૨,૦૦૦ ઇશ્યુઅર્સને સેવા પૂરી પાડે છે. સસ્ટેનેબલ ફાઇનાન્સ એજન્ડા આગળ ધપાવવા માટે તેણે ૨૦૧૬માં એલજીએક્સની સ્થાપના કરી હતી અને ત્યારથી તે આબોહવા સાનુકુળ રોકાણને વેગ આપવામાં પ્રદાન કરવા બદલ તેને માન્યતા આપવામાં આવી છે.

એલજીએક્સ પર હાલમાં ૧,૩૦૦ ગ્રીન, સોશિયલ, સસ્ટેનેબિલિટી અને સસ્ટેનિબિલિટી-લિન્ક્‌ડ બોન્ડ્‌સ છે, જે વિશ્વભરમાં ખાસ ગ્રીન અને સોશિયલ પ્રોજેક્ટ્‌સ તથા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે કુલ ૭૨૭ અબજ યુરો એકત્ર કરી રહ્યાં છે.ss3kpp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.