Western Times News

Gujarati News

ફળોના રાજા કચ્છની કેસર કેરીનું માર્કેટમાં આગમન

કચ્છ, ઉનાળો પૂરો થવાને હવે એક મહિનો પણ બાકી નથી. ત્યારે કચ્છી કેસર કેરી પાકતા વાડીઓમાં તેને ઉતારવાનું કામ ચાલુ છે જેથી ટુંક સમયમાં જ બજારમાં કચ્છી કેસરની ધમધમાટ જાેવા મળશે. પણ આ વર્ષે પાકમાં ઘરખમ ઘટાડાના કારણે બજારમાં કેરીની આવકમાં ઘટાડો થશે તો સાથે જ તેના ભાવ વધતા લોકોને આર્થિક બોજાે પણ પડશે. આ વર્ષે કચ્છમાં કેસર કેરીના પૂરતા વાવેતર છતાંય ઉત્પાદનમાં ઘરખમ ઘટાડો જાેવા મળ્યો છે.

કચ્છમાં કેરીના ખેડૂતોનો પાક ૧૦ થી ૩૦ ટકા જેટલો જ રહ્યો છે. પણ આ વર્ષે સરેરાશ ૨૦ ટકા જેટલો માલ જ ઉતરતા કુલ ઉત્પાદનમાં પણ ઘટાડો થશે. બજારમાં પણ કેસર કેરીના ભાવમાં ખાસો એવો વધારો જાેવા મળશે.ઉનાળો શરૂ થાય એટલે લોકો ફળોના રાજાનો સ્વાદ માણવા ઉત્સુક થાય છે. કેરીમાં પણ ગીર તાલાલાની કેસરના ચાહક જુદા, વલસાડની હાફૂસના ચાહક અલગ અને કચ્છી કેસર કેરીના રસિયાઓ તો ઉનાળાના અંત સુધી સારી ગુણવત્તાની કેરીની રાહ જાેતા હોય છે. આ વર્ષે હવે કચ્છમાં ઉનાળો પૂરો થવાને હવે એક મહિનો પણ બાકી નથી.

ત્યારે કચ્છી કેસર કેરી પાકતા વાડીઓમાં તેને ઉતારવાનું કામ ચાલુ છે જેથી ટુંક સમયમાં જ બજારમાં કચ્છી કેસરની ધમધમાટ જાેવા મળશે. પણ આ વર્ષે પાકમાં ઘરખમ ઘટાડાના કારણે બજારમાં કેરીની આવમાં ઘટાડો થશે તો સાથે જ તેના ભાવ વધતા લોકોને આર્થિક બોજાે પણ પડશે.કચ્છી કેસર કેરી તેના વિશેષ આકાર અને સ્વાદના કારણે જગવિખ્યાત બની છે જેથી તેને જી.આઇ. ટેગ પણ પ્રાપ્ત થયું છે.

વિશ્વના અનેક ખૂણામાં વસતા લોકો ઉનાળો શરૂ થતાં જ કચ્છી કેસરની રાહ જાેતા હોય છે. પણ આ વર્ષે કચ્છમાં કેસર કેરીના પૂરતા વાવેતર છતાંય ઉત્પાદનમાં ઘરખમ ઘટાડો જાેવા મળ્યો છે. કચ્છમાં કેરીના ખેડૂતોનો પાક ૧૦ થી ૩૦ ટકા જેટલો જ રહ્યો છે જેથી ખેડૂતો ચિંતિત થયા છે. તો દર વર્ષે એક એકરમાં સરેરાશ સાત ટન જેટલા ઉત્પાદન સામે આ વર્ષે એકથી ત્રણ ટન જ માલ ઉતાર્યો છે.

ઉત્પાદનમાં ઘટાડા પાછળનું મુખ્ય કારણ જણાવતાં ખેડૂતોએ જણાવ્યું છે કે આ વર્ષે વાતાવરણમાં વિષમતા હોવાના કારણે કેરીનો પાક ઓછો થયો છે. શરૂઆતમાં વાતાવરણ પાકને માફક રહેતા કેરીને સારી માત્રામાં મોર આવ્યા હતા. પણ તે બાદ તાપમાનમાં અતિશય વધારાના કારણે અને લુ ચાલતી હોવાના કારણે પાક પર ઘણી અસર પડી હતી. તો લુ બાદ છેલ્લા એક અઠવાડિયાથી ભારે પવન ફૂંકાતા પણ ઘણો પાક સમય પહેલા જ ઝાડ પરથી પડી ગયો હતો.ss3kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.