Western Times News

Gujarati News

જામીનના બોન્ડ માટે ઈન્દ્રાણી મુખર્જીને ૪ સપ્તાહનો સમય

મુંબઈ, શીના બોરા મર્ડર કેસની આરોપી ઈન્દ્રાણી મુખર્જીને તેના જામીન બોન્ડ ભરવા માટે ચાર અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. એક સમયે કરોડો રૂપિયાની માલકિન રહેલી ઈન્દ્રાણી પાસે પૈસા તો છે પરંતુ તેમની પાસે એવા લોકો નથી જે તેમને જામીન અપાવનાર તરીકે ઉભા રહી શકે.
ઈન્દ્રાણી મુખર્જી તરફથી જામીન બોન્ડ ભરવા માટે સતત સમય માગવામાં આવી રહ્યો છે.

સીબીઆઈ કોર્ટે તેમને ૪ સપ્તાહનો સમય આપ્યો છે. તેમની વકીલ સના રઈસ ખાને ૮ સપ્તાહનો સમય માગ્યો હતો પરંતુ કોર્ટે કહ્યું કે, આ સમય ઘણો લાંબો હશે તેથી ચાર અઠવાડિયાનો સમય પૂરતો છે. અદાલતમાં તેમના વકીલે કહ્યું કે, તેમનો જપ્ત છે. ૬.૫ વર્ષોથી તે જેલમાં હતી જેના કારણે લોકો સાથે સંપર્ક તૂટી ગયો તેથી અદાલત પાસે વધુ સમયની માગ કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટે ૧૮ મે ના રોજ ઈન્દ્રાણી મુખર્જીને જામીન આપ્યા હતા. કારણ કે, સીબીઆઈની વિશેષ અદાલત રજા પર હતી એટલા માટે અદાલદતે આરોપીઓને જામીન પર છોડવા માટેની શરતો નક્કી કરી હતી. મુખર્જી પર લગાવવામાં આવેલી શરતો પ્રમાણે તેમને ફર્નિશિંગ પર છોડવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ સાથે જ તેમણે લોકલ સોલ્વેંટ સાથે ૨ લાખ રૂપિયાનું બોન્ડ પણ ભરવાનું હતું એટલા માટે તેમને ૨ સપ્તાહનો સમય આપવામાં આવ્યો હતો જે ૧૯ મેથી શરૂ થઈને ૧ જૂને સમાપ્ત થઈ ગયો હતો.

વિશેષ સીબીઆઈ જજ એસપી નાઈક નિંબાલકરે કહ્યું કે, બે સપ્તાહનો સમય ૧ જૂને સમાપ્ત થઈ ગયો હતો અને મુખર્જીએ ફરીથી અદાલતના બારણે ટકોર કરી છે. મુખર્જીના વકીલ સના રઈસ ખાને અદાલત સામે તર્ક આપ્યો હતો કે, તે હાલમાં જામીન બોન્ડ ભરવામાં અસમર્થ છે.ઈન્દ્રાણી વતી એવું પણ કહેવામાં આવ્યું હતું કે, જામીનની રકમ ચૂકવવામાં વધુ સમય લાગશે. એટલા માટે વકીલ સેનાએ ૮ સપ્તાહનો સમય માગ્યો છે.

બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ન્યાયાધીશ નાઈક નિંબાલકરે કહ્યું કે, પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઈન્દ્રાણીને વધુ સમય આપવામાં આપવામાં આવે. જાેકે, ન્યાયાધીશે કહ્યું કે, ૮ સપ્તાહનો સમય થોડો વધારે છે તેથી ૪ સપ્તાહનો સમય પર્યાપ્ત છે.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.