Western Times News

Gujarati News

ભાજપમાં જાેડાવા સાથે જ હાર્દિક પટેલ કટ ટૂ સાઈઝ

ગાંધીનગર, ભાજપમાં જાેડાયા બાદ હાર્દિક પટેલના રાજકીય જીવનનું બીજું પ્રકરણ શરુ થશે કે પછી તેનું સમાપન થઈ જશે તે સવાલ હાલ સૌ કોઈને થઈ રહ્યો છે. હાર્દિકે પોતે પણ દાવો કર્યો હતો કે તેની સાથે મોટી સંખ્યામાં તેના સમર્થકો પણ ભાજપમાં જાેડાઈ રહ્યા છે. જાેકે, આજે હાર્દિકે કમલમમાં એન્ટ્રી મારી ત્યારે તેની સાથે તેના દાવા જેટલા સમર્થકો જાેવા નહોતા મળ્યા. એટલું જ નહીં, હાર્દિકના ભાજપ પ્રવેશ દરમિયાન કોઈ કેન્દ્રિય નેતા પણ હાજર નહોતા રહ્યા. અગાઉ એવી ચર્ચા હતી કે સીએમ અને સીએમ હાર્દિકને કેસરિયો ખેસ પહેરાવશે, પરંતુ આજના કાર્યક્રમમાં તો સીએમ પણ નહોતા આવ્યા.

એક સમય હતો જ્યારે આંદોલન કરી રહેલા હાર્દિક સામે તત્કાલિન સરકારે પાટીદાર નેતા નીતિન પટેલને મેદાનમાં ઉતાર્યા હતા. તે જ નીતિન પટેલે તે વખતે એવી આગાહી પણ કરી હતી કે હાર્દિક પટેલ ‘પતી’ જશે. જાેકે, આજે જ્યારે હાર્દિક ભાજપમાં પ્રવેશી રહ્યો હતો ત્યારે તે જ નીતિન પટેલને ફરી આગળ કરવામાં આવ્યા હતા. કમલમમાં ભાજપના સૌથી વરિષ્ઠ કહી શકાય તેવા માત્ર સીઆર પાટીલ અને નીતિન પટેલ જેવા નેતા જ હાર્દિકના ભાજપમાં પ્રવેશ વખતે હાજર રહ્યા હતા. આ બંને નેતાઓએ હાર્દિકને પક્ષની ટોપી અને ખેસ પહેરાવ્યા હતા.

માંડ દસેક મિનિટ ચાલેલા કાર્યક્રમમાં હાર્દિકને કેસરિયો ખેસ પહેરાવ્યા બાદ સીઆર અને નીતિન પટેલ કમલમ પરથી નીકળી ગયા હતા.હાર્દિકે ભાજપમાં પ્રવેશ્યા બાદ જ્યારે પત્રકાર પરિષદને સંબોધી ત્યારે પણ ભાજપના કોઈ સિનિયર નેતા સ્ટેજ પર હાજર નહોતા રહ્યા. હાર્દિકને જ્યારે ૨૦૧૫માં આંદોલન દરમિયાન રાજ્યમાં થયેલા હિંસાચાર માટે જવાબદાર કોણ તેવો સવાલ પૂછાયો ત્યારે એક સમયે હાર્દિકનો મિજાજ પણ ગરમ થઈ ગયો હતો, પરંતુ તરત જ તેને શાંતિથી જવાબ આપવા માટે ઈશારો કરી દેવામાં આવ્યો હતો.

એટલું જ નહીં, પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હાર્દિકના કેટલાક સમર્થકોએ સૂત્રોચ્ચાર કરવાનો પ્રયાસ કર્યો તો તેમને પણ ચૂપ રહેવા માટે સૂચના આપી દેવામાં આવી હતી.હાર્દિકે દાવો કર્યો હતો કે ભાજપમાં પ્રવેશ તેના માટે એક પ્રકારે ઘર વાપસી છે. તેણે એમ પણ કહ્યું હતું કે વિરમગામ માંડલમાં આનંદીબેનના કાર્યક્રમ થતાં ત્યારે તેના પિતા પોતાની જીપ મોકલતા હતા, એટલું જ નહીં આનંદીબેન પટેલ પોતાના પિતાને રાખડી મોકલતા હતા અને એટલે જ પોતે હક્કથી આનંદીબેનને ફોઈ કહેતો હતો.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.