Western Times News

Gujarati News

કંપનીઓના બોર્ડમાં વિદેશીઓની નિમણૂક માટે મંજૂરી ફરજીયાત

નવી દિલ્હી, કેન્દ્ર સરકારે ભારતીય કંપનીઓના ડિરેક્ટર બોર્ડમાં ચીન સહિતના પડોશી રાષ્ટ્રોના નાગરિકોની ડિરેક્ટર તરીકે નિમણુંક કરતા પહેલા ગૃહ મંત્રાલયની મંજૂરી લેવી ફરજીયાત બનાવી છે. આ આદેશની સૌથી વધારે ચાઇનીઝ ડિરેક્ટરોની નિમણુંક ઉપર થશે.કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તાજેતરમાં જ એક નવું નોટિફિકેશન બહાર પાડ્યુ છે, જેમાં જણાવ્યુ છે કે, સિક્યોરિટી ક્લિયરન્સના પગલે દેશની સરહદથી જાેડાયેલા પડોશી રાષ્ટ્રોના નાગરિકોની ભારતીય કંપનીઓના બોર્ડમાં ડિરેક્ટર પદે નિમણુંક કરતા પહેલા ભારતના ગૃહ મંત્રાલયની ફરજિયાત મંજૂરી મેળવવી પડશે.

સરકારે કંપનીઝ (એપોઇનમેન્ટ એન્ડ ક્વોલિફિકેશન ઓફ ડિરેક્ટર્સ) એમેન્ડમેન્ટ રૂલ્સ- ૨૦૧૪માં સુધારો કરવા માટે કંપનીઝ (એપોઇનમેન્ટ એન્ડ ક્વોલિફિકેશન) એમેન્ડમેન્ટ રૂલ્સ- ૨૦૨૨ને નોટિફાઇડ કર્યો છે.આ નવા આદેશની સૌથી વધારે અસર ચીનની એવી કંપનીઓ પર અસર થશે જેમની ભારતમાં પેટાકંપનીઓ કાર્યરત છે. ઉપરાંત પડોશી રાષ્ટ્રના પ્રાઇવેટ ઇક્વિટી ઇન્વેસ્ટરો, વેન્ચર કેપિટલ ફંડ પર પ્રભાવિત થશે, તેણે ભારતના ઘણા સ્ટાર્ટઅપ્સમાં જંગી મૂડીરોકાણ કરેલુ છે.

આ પહેલા એપ્રિલ ૨૦૨૦માં કોરોના કટોકટી વખતે પડોશી રાષ્ટ્રની કંપનીઓ દ્વારા ભારતમાં મૂડીરોકાણ કરતા સરકાર પાસેથી મંજૂરી લેવી ફરજિયાત બનાવી હતી. તેનાથી બચવા માટે ચાઇનીઝ કંપનીઓ અન્ય કોઇ વિકલ્પ અપનાવી રહી છે, તેવું ધ્યાનમાં આવતા હવે ભારત સરકારે નવો ર્નિણય લીધો છે.
આ સમગ્ર કવાયતનો ઉદ્દેશ્ય ભારતીય કંપનીઓના સંચાલનનું નિંયંત્રણ અન્ય દેશોની કંપનીઓ-રોકાણકારોના હાથમાં જતુ રોકવાનો છે.ss2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.