Western Times News

Gujarati News

અમદાવાદ રેલવે મંડળ પર “વિશ્વ પર્યાવરણ દિવસ 2022” સમારોહનો પ્રારંભ

ભારતીય રેલવે પર્યાવરણને અનુકૂળ કાર્ય કરનાર પરિવહનનું સાધન છે. ભારતીય રેલવેના મુખ્ય એજન્ડાઓમાંથી એક ઊર્જા સંરક્ષણ અને પર્યાવરણની સુરક્ષા છે. આ ક્રમમાં, પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર EnHM અને ઇલેક્ટ્રિસિટી વિભાગ દ્વારા  ISHRAE (ઇન્ડિયન સોસાયટી ઑફ હીટિંગ, રેફ્રિજરેટિંગ અને એર કંડિશનિંગ એન્જિનિયર્સ)ના સહયોગથી ડીઆરએમ ઑફિસ, અમદાવાદના ઓડિટોરિયમમાં સંયુક્ત રીતે “વન ડિગ્રી ચેલેન્જ ડ્રાઇવ” નામથી એક ઉર્જા સંરક્ષણ વિધિ નું આયોજન કરવામાં આવ્યું.

ઉર્જા સંરક્ષણ માટે ISHRAE દ્વારા આ પહેલ “વન ડિગ્રી ચેલેન્જ” નામથી શરૂ કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય લોકોમાં એર કંડિશનરનું તાપમાન એક ડિગ્રી વધારીને ઉર્જા સંરક્ષણ પ્રત્યે લોકોને અનુકૂળ બનાવવા અને તેમને જાગૃત કરવાનો હતો.

ડીઆરએમ ઓફિસ અમદાવાદમાં આયોજિત આ ‘વન ડિગ્રી ચેલેન્જ ડ્રાઇવ’ માં 100 થી વધુ રેલવે કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન ઉપસ્થિત તમામ કર્મચારીઓ અને અધિકારીઓએ ઓફિસો અને ઘરોમાં પણ એર કંડિશનરનું તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રાખીને ઉપયોગ કરવાના અને વધુ એક ડિગ્રીનો વધારો કરીને એર કંડિશનરનો ઉપયોગ કરવાના શપથ લીધા હતા.

આ પ્રસંગે ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી તરૂણ જૈન, એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર (ઇન્ફ્રા) શ્રી પરિમલ શિંદે, સીનીયર ડિવિઝનલ પર્યાવરણ અને ગૃહ વ્યવસ્થા મેનેજર શ્રી ફેડરીક પેરીયત, સીનીયર ડીવીઝનલ ઈલેક્ટ્રકલ એન્જીનીયર (જી) શ્રી કુમાર સંભવ પોરવાલ, ડીવીઝનલ  ઈલેક્ટ્રકલ એન્જીનીયર શ્રીમતી રજની યાદવ, અન્ય અધિકારીઓ, કર્મચારીઓ અને ટીમ ISHRAE ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.