Western Times News

Gujarati News

નોટોની શૃંખલા પર ટાગોર અને કલામના ફોટાનો ઉપયોગ કરવા પર વિચારણા

RBI કરી રહી છે મોટા ફેરફાર કરવાનો વિચાર

હવે નોટો પર મહાત્મા ગાંધીની સાથે રવીન્દ્રનાથ ટાગોર અને એપીજે અબ્દુલ કલામ પણ જાેવા મળી શકે છે

નવી દિલ્હી,
ભારતીય રિઝર્વ બેંક પહેલીવાર બેંક નોટ પર ફોટો પરિવર્તન કરવા પર વિચાર કરી રહી છે. ભારતીય કરન્સી પર મહાત્મા ગાંધીની સાથે રવિન્દ્રનાથ ટાગોર અને ડો. એપીજે અબ્દુલ કમાલનો ફોટો પર વિચાર કરી રહી છે. અત્યાર સુધી નોટો પર ફક્ત મહાત્મા ગાંધીનો ફોટો જાેવા મળે છે પરંતુ હવે નોટો પર મહાત્મા ગાંધીની સાથે રવીન્દ્રનાથ ટાગોર અને એપીજે અબ્દુલ કલામ પણ જાેવા મળી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આરબીઆઇ કેટલીક નોટોની શૃંખલા પર ટાગોર અને કલામના ફોટાનો ઉપયોગ કરવા પર વિચાર કરી રહી છે.

નાણા મંત્રાલય અને આરબીઆઇ જલદી જ આ અંગે પગલાં ભરી શકે છે. આ પહેલીવાર છે જ્યારે આરબીઆઇ બેંક નોટો પર મહાત્મા ગાંધી ઉપરાંત અન્ય પ્રસિદ્ધ હસ્તીઓની તસવીરોનો ઉપયોગ કરવા પર વિચાર કરી રહી છે.

રિપોર્ટ અનુસાર નાણા મંત્રાલય અને આરબીઆઇ હેઠળ આવનાર સિક્યોરિટી પ્રિંટિંગ એન્ડ મિતિંગ ઓફ ઇન્ડીયા તરફથી ગાંધી, ટાગોર અને કલામન વોટરમાર્કવાળી તસવીરોના નમૂના બે અલગ-અલગ સેટ આઇઆઇટી દિલ્હી અમેરિટસ પ્રોફેસર દિલીપ ટી શાહનીને મોકલવામાં આવ્યા છે.

પ્રોફેસર શાહનીને બે સેટોમાંથી એક સેટ સિલેક્ટ કરી સરકાર સમક્ષ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે તેનો અંતિમ ર્નિણય ઉચ્ચત્તમ સ્તરની થનારી બેઠકમાં ભાગ લેવામાં આવશે. જાે તમે વિચારી રહ્યા છો કે આમ કેમ થઇ રહ્યું છે તો તમને જણાવી દઇએ કે નોટો પર ઘણા અંકોના વોટરમાર્કને સામેલ કરવાની સંભાવનાઓની તપાસ કરવા માટે પગલાં ભરવામાં આવી રહ્યા છે.

અહીં તમને જણાવી દઇએ કે અમેરિકામાં અલગ-અલગ મૂલ્યવર્ગના ડોલર્સમાં જાેર્જ વોશિંગ્ટન, બેંજામિન ફ્રેંકલિન થોમસ, જેફરસન, એંડ્ર્યૂ જેક્સન, એલેક્ઝેંડર હેમિલ્ટન અને અબ્રાહમ લિંકન સહિત ૧૯મી સદીના કેટલાક રાષ્ટ્રપતિઓની તસવીરો છે.sss


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.