Western Times News

Gujarati News

ગાંધીજીના ફોટો હટાવવાની વાત પાયાવિહોણી છે: RBI

આ પ્રકારની યોજના રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા બનાવી નથી, હાલ તેના પર કી વિચારણા પણ નથી થઈ રહી

નવી દિલ્હી,સોશિયલ મીડિયા અને અન્ય અહેવાલોમાં ચલણી નોટો પર ગાંધીજીનો ફોટો બદલવાની વાત તદ્દન પાયાવિહોણી છે તેમ આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સોમવારે સ્પષ્ટતા કહ્યું કે અમારી આ પ્રકારની કોઈ યોજના નથી.

ભારતીય સેન્ટ્રલ બેંકે એક નિવેદનમાં કહ્યું કે મીડિયાના વિવિધ માધ્યમોમાં ફરતા ભારતીય કરન્સી પર મહાત્મા ગાંધીના ફોટો બદલવાના અહેવાલો પાયાવિહોણા છે, અમે તેને ફગાવીએ છીએ. આ પ્રકારની કોઈ યોજના રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા બનાવી નથી, ના હાલ વિચારાધીન છે, તેમ આરબીઆઈએ ઉમેર્યું હતુ.

અત્રે ઉલ્લેખનીય છે કે નાણા મંત્રાલય અને આરબીઆઈ અન્ય અગ્રણી ભારતીયોના ચહેરાનો ઉપયોગ કરવાનું વિચારી રહી હતી. અહેવાલો અનુસાર ગાંધીજીને સ્થાને હવે નવી નોટોમાં રવિન્દ્રનાથ ટાગોર અને એપીજે અબ્દુલ કલામ સહિતના મહાનુભાવોનો ફોટો છાપવામાં આવશે.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.