Western Times News

Gujarati News

સીડીએસની પરીક્ષામાં ડ્રાઈવરના પુત્રએ ટોપ કર્યું

નૈનિતાલ , શુક્રવારના રોજ યુપીએસસી (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા લેવામાં આવતી સંયુક્ત સંરક્ષણ સેવાઓ(સીડીએસ)ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું, જેમાં ઉત્તરાખંડના હલ્દવાનીમાં રહેતા ૨૨ વર્ષીય હિમાંશુ પાંડેએ ટોપ કર્યું છે. હિમાંશુએ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે અને તેના પિતા ડ્રાઈવરની નોકરી કરે છે.

હિમાંશુ પાંડેની પસંદગી ઈન્ડિયન મિલિટ્રી એકેડમી દેહરાદુન માટે કરવામાં આવી છે. હિમાંશુએ જણાવ્યું કે, હું બાળપણથી જ દેશની સેવા કરવા માંગતો હતો. મારા માટે કોઈ બીજાે વિકલ્પ હતો જ નહીં. મેં માત્ર સીડીએસની તૈયારીઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને ઘણીવાર નિષ્ફળ થવા છતાં પ્રયત્નો ચાલુ રાખ્યા. હું મારા માતા-પિતા અને હલ્દવાની સ્થિતિ કોચિંગ ક્લાસના શિક્ષકોનો આભાર વ્યક્ત કરવા માંગુ છું.

હિમાંશુ પાંડેના પિતા કમલ પાંડે ખાનગી ધોરણે ડ્રાઈવર છે જ્યારે માતા દીપિકા પાંડે ગૃહિણી છે. તેણે ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષામાં ૯૫ ટકા પરિણામ મેળવ્યુ હતું અને ત્યારપછી બીટેકનો અભ્યાસ કર્યો હતો. સીડીએસમાં હિમાંશુનો આ ત્રીજાે પ્રયાસ હતો. તેણે વર્ષ ૨૦૧૭માં પરીક્ષાની તૈયારી શરુ કરી હતી.

આ પહેલા પણ બે વાર તેણે પરીક્ષા પાસ તો કરી હતી પરંતુ દાંતને લગતી સમસ્યાને કારણે મેડિકલ ટેસ્ટ ક્લિઅર નહોતો કરી શકતો. આ વખતે તેણે સીડીએસ અને સાથે જ સર્વિસિસ સિલેક્શન બોર્ડની પરીક્ષા પાસ કરી. આઈએમએમાં તેનો ૨૪મો જ્યારે ઈન્ડિયન નેવી એકેડેમીમાં તેનો ૧૩મો રેન્ક હતો.

પરિણામ જાહેર થયા પછી હિમાંશુએ કહ્યું કે, મને આશા નહોતી કે ઓલ ઈન્ડિયા રેન્ક વન આવશે. પરિણામ જાેઈને હું ચોંકી ગયો હતો. હું મને સહયોગ કરનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કરવા માંગુ છું. હું તમામ લોકોને કહેવા માંગુ છું કે પોતાના સપનાઓમાં વિશ્વાસ રાખો અને તેને સાકાર કરવા માટે મહેનત કરો. સૌથી કપરા સંજાેગોમાં પણ વ્યક્તિને કંઈક શીખવા મળે છે.

ઉલ્લેખનીય છે કે પિથોરાગઢમાં રહેતા ૨૨ વર્ષીય વિનય પુનેઠાએ સીડીએસમાં ૧૦મો ક્રમાંક મેળવ્યો છે. તેના પિતા મનોજ કુમાર સ્થાનિક ધોરણે દુકાન ચલાવે છે અને માતા ગૃહિણી છે. વિનયે શાળાકીય અભ્યાસ પિથોરાગઢમાં પૂરો કર્યો અને બીએસસી લખનઉ જઈને કર્યુ હતું. તે અત્યારે દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ બનવા માટે તાલીમ મેળવી રહ્યો છે. આઈએમએમાં પણ તેની પસંદગી થઈ છે.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.