Western Times News

Gujarati News

શાળા પ્રવેશ અને ડ્રોપ આઉટની જાગૃતિ માટે બાળરેલી યોજાઇ

તાલુકાના વિવિધ ગામડામાં ઉડાન જનવિકાસ સંસ્થા દ્વારા બાળકો શાળા પ્રવેશ અને ડ્રોપ આઉટની જાગૃતિ માટે બાળરેલી યોજાઇ

ગોધરા,  ઉડાન જનવિકાસ સંસ્થા દ્રારા પંચમહાલ સહિત અન્ય ૬ જિલ્લાઓમાં શૈક્ષણીક જાગૃતિનું કાર્ય કરી રહ્યું છે જે અંતર્ગત આંગણવાડીથી ધોરણ-૧૨ સુધી એક પણ બાળક જેમાં ખાસ કરીને છોકરીઓ સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશથી વંચિત ન રહે

અને ચાલુ શાળાએ બાળકો અધવચ્ચે ડ્રોપઆઉટ ન કરે તે માટે ગ્રામ્ય વિસ્તારની પ્રજામાં જાગૃતિ ફેલાવવા ઉડાન જનવિકાસ દ્વારા જાંબુઘોડા તાલુકાના ભાનપુરા, નિજરન દિવગામ, ભાણપુરી,ગુંદિવેરી,ડુમા અને ઝબાન સહિતના વિવિધ ગામડામાં સ્થાનિક તંત્ર એમ.એમ.સી.કમિટી,

આંગણવાડી કાર્યકરના સાથ સહકારથી શિક્ષણના માઈક મારફતે ગીતો વગાડી ઠેરઠેર તેમજ ડોર-ટુ-ડોર ગ્રામ્ય વિસ્તારની પ્રજાનો સંપર્ક કરી પોસ્ટર સાથે બાળરેલીઓ કરવામાં આવી હતી

જેમાં રેલીના માધ્યમથી વાલીઓમાં શાળા પ્રવેશોત્સવ અને ડ્રોપ આઉટ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો.  તસ્વીર: મનોજ મારવાડી, ગોધરા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.