Western Times News

Gujarati News

ક્ષમા બિંદુના લગ્ન કરાવવા તૈયાર થયેેલા પૂજારીએ પીછેહઠ કરી

વડોદરા, થોડા દિવસ પહેલા જ ગોત્રી વિસ્તારમાં રહેતી ક્ષમા બિંદુએ પોતાની જાત સાથે એટલે કે આત્મવિવાહ કરવાની જાહેરાત કરી હતી. ત્યારથી જ ક્ષમા રહે છે તે એપાર્ટમેન્ટમાં ભારે હલચલ જાેવા મળી રહી છે. કદાચ ક્ષમા દેશની પહેલી એવી મહિલા છે જે પોતાની સાથે જ લગ્ન કરી રહી છે. આ ર્નિણયના કારણે ક્ષમાને ટીકા અને પ્રશંસા બંને સરખા પ્રમાણમાં મળી રહી છે.

પોતાની જાતને સ્વીકારીને પોતાની જ સાથે લગ્ન કરવા જઈ રહેલી ૨૪ વર્ષીય ક્ષમા આત્મવિવાહને કાયદેસરની મંજૂરી મળે તેના માટે પણ પ્રયત્ન કરવાની છે. સામાન્ય રીતે દંપતી લગ્ન બાદ મેરેજ રજિસ્ટર કરાવે છે તે જ રીતે હું પણ આત્મવિવાહ બાદ મારા લગ્ન રજિસ્ટર કરાવાનો પ્રયાસ કરીશ.

આપણા દેશમાં આત્મવિવાહને કાયદેસરની મંજૂરી નથી તો બીજી તરફ તેના પર પ્રતિબંધ પણ નથી. જ્યારે બે વ્યક્તિ લગ્ન કરીને તેની નોંધણી કરાવી શકે છે તો પછી હું કેમ નહીં?, તેમ ક્ષમાએ પૂછ્યું. ૧૧ જૂને ક્ષમાના આત્મવિવાહ છે ત્યારે સામાન્ય દુલ્હનની જેમ તે પણ પોતાના ખાસ દિવસ માટે તડામાર તૈયારીઓ કરી રહી છે.

જાેકે, હાલ તો ભાડે રહેતી ક્ષમા માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. ક્ષમાએ વાત કરતાં કહ્યું, “હું બધા જ રીત-રિવાજાે પ્રમાણે મારી જાત સાથે લગ્ન કરવાની છું. હું લગ્ન રજિસ્ટર કરાવવા માગુ છું જેથી કાયદાકીય રીતે પણ હું પરિણીત મહિલા છું તેવી લાગણી અનુભવી શકું. જાે જરૂર પડશે તો હું આ મામલે વકીલની પણ મદદ લઈશ.”

છેલ્લા પાંચ દિવસથી ક્ષમા ખૂબ ચર્ચામાં છે અને તેનો ફોન સતત વ્યસ્ત રહે છે. એટલું જ નહીં ક્ષમા ઘરની બહાર નીકળે ત્યારે ઉત્કંઠા સાથે લોકો તેને ઘેરી વળે છે. હું મોટાભાગે ઘરમાં જ રહું છું. પરંતુ કેટલાય લોકો મારું ઘર શોધતાં-શોધતાં આવી ચડે છે, તેમ ક્ષમાએ જણાવ્યું.

‘બિનજરૂરી મુલાકાતીઓ’ને કારણે ક્ષમાના પાડોશીઓને પણ ત્રાસ થાય છે અને કેટલાકે તો ફરિયાદ પણ કરી છે. જે બાદ ક્ષમાએ મીડિયાને પોતાના ઘરથી દૂર રહેવાની વિનંતી કરતું પોસ્ટર લગાવ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.