Western Times News

Gujarati News

યુકેમાં સપ્તાહમાં ચાર દિવસના કામનો પ્રયોગ હાથ ધરાયો

યુકેએ સપ્તાહમાં ચાર દિવસ જ કામ કરવા માટે ટ્રાયલની શરૂઆત કરાઈ છે જેમાં ૭૦ કંપનીઓના હજારો કર્મચારીઓ જાેડાયા

લંડન, વ્યક્તિએ અઠવાડિયામાં કેટલું કામ કરવું જાેઈએ તે વિશે યુરોપે એકદમ અલગ વલણ અપનાવવાની શરૂઆત કરી છે. ભારત અને ચીન જેવા એશિયાના દેશોમાં વધુને વધુ કામ કરવાને મહત્ત્વ આપવામાં આવે છે જ્યારે અમેરિકા અને યુરોપના કેટલાક દેશો ઓછા કલાક સુધી કામ કરવા પર ધ્યાન આપતા થયા છે. યુકેએ સપ્તાહમાં ચાર દિવસ જ કામ કરવા માટે આજથી ટ્રાયલની શરૂઆત કરી છે જેમાં ૭૦ કંપનીઓના હજારો કર્મચારીઓ જાેડાયા છે.

ફોર-ડે-વર્ક વીકનો આ સૌથી મોટો પ્રયોગ છે. આ માટે સોમવારથી એક ગ્લોબલ અભ્યાસ શરૂ થયો છે અને યુકેની ઘણી કંપનીઓ તેમાં જાેડાઈ છે. મહત્ત્વની વાત એ છે કે અઠવાડિયામાં ફક્ત ચાર દિવસ કામ કરવા છતાં કર્મચારીઓને પૂરો પગાર આપવામાં આવશે. આ પ્રયોગ છ મહિના સુધી ચાલશે. તેમાં કર્મચારીઓની પ્રોડક્ટિવિટી અને તેમની સુખાકારી પર કેવી અસર પડે છે તે જાેવામાં આવશે. જાેકે, કર્મચારીઓ ઓછા દિવસ કામ કરશે તેનો અર્થ એવો નથી કે તેઓ ઓછું કામ કરશે. તેઓ પહેલા જેટલી જ ઉત્પાદકતા જાળવી રાખવા માટે કામ કરશે.

યુકેમાં ફોર-ડે-વર્ક માટે વિશ્વનો સૌથી મોટો પાઈલટ પ્રોજેક્ટ શરૂ થયો છે જેમાં હેલ્થકેર, બેન્કિંગ, એનિમેશન સ્ટુડિયો સહિતની ૭૦ કંપનીઓ સામેલ થઈ છે. ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસરો તથા યુએસની બોસ્ટન કોલેજના નિષ્ણાતો આ અભ્યાસના તારણોનું વિશ્લેષણ કરશે.ફોર-ડે-વીક કેમ્પેઈને એક નિવેદનમાં જણાવ્યું હતું કે યુકેમાં ૩૩૦૦થી વધારે કામદારો આ પ્રયોગમાં જાેડાયા છે જેમાં ૩૦થી વધુ સેક્ટર સામેલ છે. તેઓ પહેલાની સરખામણીમાં ૮૦ ટકા સમય આપશે, પરંતુ તેમને ૧૦૦ ટકા પગાર ચુકવાશે.

આ લોકો ૧૦૦ ટકા પ્રોડક્ટિવિટી જાળવી રાખવા માટે કામ કરશે.આ અભ્યાસ આમ તો આખા વિશ્વમાં થવાનો છે. તેમાં અમેરિકા, કેનેડા, યુકે, આયર્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડની ૧૫૦ કંપનીઓના ૭૦૦૦ કર્મચારીઓ ભાગ લઈ રહ્યા છે અને આ અભ્યાસ છ મહિના સુધી ચાલશે. તેનાથી કંપનીઓ, કર્મચારીઓ અને પર્યાવરણ ત્રણેયને ફાયદો થશે તેમ માનવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે વ્હાઈટ કોલર જાેબ થતી હોય તેવી ઓફિસમાં મોટા ભાગના કર્મચારીઓ લો-પ્રોડક્ટિવિટી ધરાવતા હોય છે.

જાે તેઓ ઝડપથી કામ કરે અને ઉત્પાદકતા જાળવી રાખે તો તેમની પાસેથી ચાર દિવસમાં પણ એટલું જ કામ કરાવી શકાય જે કામ તેઓ સામાન્ય રીતે પાંચ દિવસમાં કરતા હોય છે.તેનાથી વીજળી અને બીજી ઘણી ચીજાેની બચત થઈ શકે તો પર્યાવરણને ફાયદો થશે.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.