Western Times News

Gujarati News

કાશ્મીરમાં બે એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓને ઠાર કરાયા

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરના કુપવાડા અને સોપોરમાં અલગ-અલગ બે એન્કાઉન્ટરોમાં સુરક્ષાદળોએ આતંકવાદીઓનું એનકાઉન્ટર કરીને મોટી સફળતા હાંસલ કરી છે. એક આતંકવાદી સોપોરમાં અથડામણ દરમિયાન માર્યો ગયો હતો. હંજાલા નામના આ આતંકવાદી પાસે એકે-૪૭ રાયફલ અને ૫ મેગેઝિન મળી આવી હતી. લાહોરના નિવાસી હંજાલાનું એનકાઉન્ટર કરવુંમ સુરક્ષા દળો માટે મોટી સફળતા છે.

તેની સાથે જ કુપવાડામાં આજે સવારે થયેલી અથડામણમાં બે આતંકવાદીઓનું સુરક્ષા દળોએ એનકાઉન્ટર કર્યું હતું. તેમાંથી પણ એક આતંકવાદી પાકિસ્તાનનો રહેવાસી હતો.આની સાથે જ સુરક્ષા દળોએ કાશ્મીરી પંડિત રાહુલ ભટ અને એક્ટ્રેસ આમરીન ભટની હત્યાનો બદલો લઈ લીધો છે.

કાશ્મીર પોલીસના આઈજી વિજય કુમારે કહ્યું કે, કાશ્મીરી પંડિત રાહુલ ભટની હત્યામાં સામેલ બે આતંકવાદીઓમાંથી એકનું એનકાઉન્ટર કરી દેવામાં આવ્યું છે. એક હજુ બાકી છે જેની સુરક્ષા દળ દ્વારા શોધ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આમરીન ભટના હત્યારા બે આતંકવાદીઓ પણ માર્યા ગયા છે.

દેહાતી બેંકના મેનેજર વિજય કુમારની હત્યા કરનારા આતંકવાદીઓની પણ ઓળખ થઈ ચૂકી છે. તેની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે અથવા એન્કાઉન્ટર કરી દેવામાં આવશે.પોલીસે કહ્યું કે, આ બંને જ આતંકવાદી લશ્કર-એ-તૈયબા સાથે જાેડાયેલા હતા. પોલીસ અધિકારીએ અથડામણની જાણકારી આપતા કહ્યું કે, અમને કુપવાડાના ચકતારા કંડી વિસ્તારમાં આતંકવાદીઓ હાજર હોવાની ખબર મળી હતી.

ત્યારબાદ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને તેઓની શોધ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન જ આતંકવાદીઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો. તેના જવાબમાં ફાયરિંગ કરવામાં આવ્યુ હતું અને બે આતંકવાદીઓનું એનકાઉન્ટર કરવામાં સફળતા મળી હતી.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.