Western Times News

Gujarati News

દલાલીના રૂપિયા મામલે કલોલના વેપારીનું બ્રોકરોએ અપહરણ કર્યું

પ્રતિકાત્મક

કડીના આદુંદરા અને લક્ષ્મીપુરાના ર સહિત પ શખ્સો સામે ફરિયાદઃ વેપારીએ આદુંદરા ગામની સીમમાં ૩ વીઘા જમીન ખરીદી હતી

મહેસાણા, એરફોર્સમાંથી નિવૃત્ત થયેલા અને હાલ હરિપુરા ગામની સીમમાં કારખાનું ચલાવતા કલોલના વેપારીનું દલાલીના રૂપિયા મામલે કડી વિસ્તારના જમીન દલાલોએ અપહરણ કરી ઢોરમાર માર્યો હતો. કડી પોલીસે વેપારીની ફરિયાદના આધારે આદુંદરા અને લક્ષ્મીપુરાના ર સહિત પ શખ્સો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સુત્રો મુજબ કલોલ શહેરના વામજ રોડ પર શિવાલય ટેનામેન્ટમાં રહેતા વિષ્ણુભાઈ નિરંજનભાઈ શર્મા એરપોર્ટમાં એસએનસીમાંથી નિવૃત્ત થઈ હાલ હરિપુરા ગામની સીમમાં જય ભવાની લેઝર અને મેટલ ઈન્ડસ્ટ્રીઝ નામે કારખાનું ચલાવે છે.

પ મહિના અગાઉ વિષ્ણુભાઈએ આદુંદરાના સુરેશભાઈ પટેલ અને લક્ષ્મીપુરાના ભરતભાઈ પટેલ નામના જમીન દલાલ મારફતે આદુંદરા ગામની સીમમાં ત્રણ વીઘા જમીન ખરીદી હતી અને જમીનના દસ્તાવેજ કર્યા પછી બંને જમીન દલાલોને વિષ્ણુભાઈએ ૯પ હજાર રૂપિયા પોતાના ખાતામાંથી ઓનલાઈન ટ્રાન્સફર કરીને આપ્યા હતા. તેમ છતાં બંને દલાલો વિષ્ણુભાઈને ધમકી આપી વધુ દલાલીની માગણી કરતા હતા.

પ દિવસ પૂર્વે બંને જમીન દલાલો અન્ય ત્રણ માણસો સાથે આવીને વિષ્ણુભાઈને કારખાનામાંની અંદર જ રોડ અને ધોકા તેમજ લાકડીઓથી માર મારીને સ્વીફટ કારમાં અપહરણ કરી લઈ જઈ મુઢમાર મારીને હરીપુરા રોડ પર ધક્કો મારી રોડની સાઈડમાં નાખીને જતા રહ્યા હતા

ત્યારબાદ બાઈક ચાલકની મદદથી પોતાના કારખાને પહોંચી પોતાના દીકરાઓને બોલાવી સારવાર અર્થે દવાખાને પહોંચ્યા હતા. તેમજ સુરેશભાઈ પટેલ રહે. આદુંદરા તા.કડી, ભરતભાઈ પટેલ રહે. લક્ષ્મીપુરા તા.કડી, મુન્નો નામનો ઈસમ, સરપંચ નામથી બોલાવેલ ઈસમ, અજાણ્યો ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.