Western Times News

Gujarati News

વડાપ્રધાનની દક્ષિણ ગુજરાતની મુલાકાત ડાંગ જિલ્લાને ફળશે 

  • વડાપ્રધાનશ્રીના “ગુજરાત ગૌરવ અભિયાન” કાર્યક્રમની સાથે સાથે 
  • રૂ.૧૧૫ કરોડની કિંમતના ૩૮૦ થી વધુ કામોના થશે ખાતમુહર્ત અને લોકાર્પણ 
  • ડાંગ જિલ્લા પંચાયત ભવનનુ નવુ મકાન તથા વઘઈ-સાપુતારા રોડ ઉપર “રોલર ક્રેશ બેરિયર” ના કામોનુ ખાતમુહૂર્ત કરાશે 
  • આહવાની સરકારી માધ્યમિક શાળાના નવા મકાન સાથે પીપલાઈદેવી જુન્નેર-પીપલદહાડ રોડનુ કરાશે લોકાર્પણ 

અહેવાલ : મનોજ ખેંગાર
(ડાંગ માહિતી બ્યૂરો): આહવા,દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિનની સરકાર, હંમેશા ડાંગ ઉપર હેત વરસાવી રહી છે. ડાંગને ગુજરાતના લાડલા સંતાન તરીકે ઉછેરીને સર્વાગિણ વિકાસનો માર્ગ આગળ વધારતા, વર્તમાન રાજય અને કેન્દ્ર સરકારે શ્રેણીબદ્ધ વિકાસ કામોની ભેટ ધરી રહી છે.

તો આવનાર સમયે જ્યારે દેશ આઝાદીનો સ્વર્ણિમ ઉત્સવ ઉજવશે ત્યારે, એટલે કે સને ૨૦૪૭ સુધીનુ સુચારૂ આયોજન કરીને, રાજ્ય અને દેશની સાથે ડાંગને પણ વિકાસના નવા મુકામ ઉપર પહોંચાડવાનો રોડ મેપ તૈયાર કર્યો છે.   આગામી દસમી જુને પણ વિકાસના આ મુકુટમા નવા મયુરપંખો ઉમેરાવા જઈ રહ્યા છે.

ડાંગ જિલ્લાને અડીને આવેલા નવસારી જિલ્લાના ચિખલી તાલુકાના ખુડવેલ મુકામે “ગુજરાત ગૌરવ અભિયાન” કાર્યક્રમમા તા.૧૦ મી જૂને પધારી રહેલા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ડાંગ જિલ્લાને પણ લાખો, કરોડો રૂપિયાના વિકાસ કામોની ભેટ મળનાર છે.

વડાપ્રધાનશ્રીની દક્ષિણ ગુજરાતની મુલાકાત સાથે ડાંગ જિલ્લાને અંદાજીત રૂ.૧૧૫ કરોડના ૩૭૯ થી વધુ વિકાસ કામોની ભેટ મળનાર છે. જે પૈકી આહવા ખાતે રૂ.૧૨૪૨ લાખના ખર્ચે તૈયાર થયેલા સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના મકાનનુ લોકાર્પણ કરવા સાથે રૂ.૧૨૬૯.૬૯ લાખના ખર્ચે તૈયાર થયેલા “પ્રધાનમંત્રી ગ્રામ સડક” યોજના હેઠળના પીપલાઈદેવી –જુન્નેર-ચિંચવિહીર-પીપલદહાડ રોડની પણ ડાંગના પ્રજાઓને ભેટ મળનાર છે.

આ સાથે આહવા ખાતે રૂ.૨૮૧૩.૨૩ લાખના ખર્ચે તૈયાર થનારા જિલ્લા પંચાયત ભવન, તથા વઘઈ-સાપુતારા આંતરરાજય ધોરીમાર્ગ ઉપર વાહન વાહકોની સુરક્ષા માટે રૂ.૧૦૧૫.૦૧ લાખના ખર્ચે “રોલર ક્રેશ બેરીયર” રાખવાના કામનુ ખાતમુહુર્ત થનાર છે.

આમ, પાડોશમા આવતા વડાપ્રધાનશ્રીની દક્ષિણ ગુજરાતની મુલાકાતનો લાભ, ડાંગના પ્રજાજાનોને પણ સૂપેરે મળી રહે તેનો, રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ ખ્યાલ રખવામા આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.