Western Times News

Gujarati News

પુરુષોના ગઢ બનેલા એન્જિનિયરિંગ યુનિટ્‌સમાં મહિલાઓનું રાજ

રાજકોટ,વેલ્ડિંગ, હેમરિંગ, પ્રેસિંગ અને રોલિંગ જેવી કામગીરી એન્જિનિયરિંગ ઈન્ડસ્ટ્રીમાં જાેવા મળતી હોય છે. અહીં કાચાપોચા અને થોડી મહેનત કરીને થાકી જાય તેવા નહીં પરંતુ ખડતલ લોકોની જરુર હોય છે. કારણ કે અહીં ક્યારેક કામ કરતી વખતે ક્યારેક તાપમાન ૧૪૦ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી જતું હોય છે. સામાન્ય રીતે સ્ત્રીઓ આવા કામ કરતી જાેવા મળતી નથી, પરંતુ જયશ્રી પારઘી પાછલા એક વર્ષથી મેટોડા જીઆઈડીસીમાં આ પ્રકારનું ખડતલ કામ કરી રહી છે. આશ્ચર્યની વાત તો એ છે કે માત્ર જયશ્રી નહીં પરંતુ મોટી સંખ્યામાં અહીં મહિલાઓ કઠીન એન્જિનિયરિંગ ઈન્ડસ્ટ્રીના કામને બહુ જ આરામથી ન્યાય આપી રહી છે.

તેઓ સખત મહેનતવાળુ કામ કરીને ફેક્ટરીમાં પરસેવો પાડે છે. સદીઓથી જે કામ પુરુષોના નામ સાથે જાેડાયેલું હોય તેના પર સ્ત્રીઓએ કબજાે કરી લીધો છે. અહીં જે ઓટો પાર્ટ્‌સ ઉદ્યોગ પુરુષ કામદારનો ગઢ મનાતો હતો, પરંતુ તેમની જગ્યા એક વર્ષથી સ્ત્રીઓએ લઈ લીધી છે. પ્રવાસી મજૂરો આ ઈન્ડસ્ટ્રી છોડીને ગયા પછી અહીં સ્ત્રીઓને કામ કરવાની તક મળી છે. ઉત્તરપ્રદેશ અને બિહારના પ્રવાસી કામદારો કોરોનાના કારણે લાગુ કરાયેલા લોકડાઉનના લીધે પોતાના વતન પરત ગયા હતા અને પછી ત્યાંથી પરત આવ્યા નહોતા.

આમ થવાથી કેટલાક યુનિટ્‌સમાં મજૂરોની અછત ઉભી થઈ હતી, જેથી રાજકોટ અને આપાસના ગામોની મહિલાઓને અહીં કામ કરવાની તક મળી. આ ખડતલ કામ કરવા તૈયાર થયેલી મહિલાઓની ટ્રેનિંગ શરુ થઈ અને પછી તેમને કામની સોંપણી કરવામાં આવી હતી. જયશ્રી પારધી કે જેઓ અહીં વેલિંગ કામ સંભાળે છે તેમણે જણાવ્યું છે કે, હું અમારા ખેતરમાં કામ કરતી હતી પરંતુ તે મોસમી હતું. અહીં મને વધારે કમાવાનની તક મળે છે. ખેતીમાં પણ સખત મહેનત કરવી પડે છે પરંતુ અહીં (ઈન્ડ્‌સ્ટ્રીયલ યુનિટમાં) કામ કરવામાં ફરક એટલો છે અહીં જાેખમનું પરિબળ વધુ રહેલું છે.

પરંતુ ટ્રેનિંગ અને પ્રેક્ટિસ પછી હું આત્મવિશ્વાસ સાથે આ કામ કરી શકું છું. સ્નેહા ગણાતરા કે જેઓ રબર મોલ્ડિંગમાં કામ કરે છે ત્યાં મહિલા સ્ટાફની સંખ્યા ૯૦% છે. તેઓ કેટલીક ઓટોમોબાઈલ કંપની માટે ઓરિજિનલ ઈક્વિપમેન્ટ મેન્યુફ્રેક્ચરર તૈયાર કરવાનું કામ કરે છે. સ્નેહા કહે છે કે, અહીં કુલ ૫૦ કામદારો છે તેમાંથી ૩૮ મહિલા કામદારો છે. જેઓ ઉત્કૃષ્ઠ કામગીરી કરે છે. અપ્સરા અકોલી કે જેઓ લેથ મશિન પર કામ કરે છે તેઓ જણાવે છે કે, શરુઆતમાં આ કામ અઘરું લાગતું હતું પરંતુ પ્રેક્ટિસ થતા તેમાં ફાવટ આવી ગઈ. હું મહિને પરિવારને ૯થી ૧૦ હજારની મદદ કરું છું.”SS1KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.