Western Times News

Gujarati News

૫૦ મા સુવર્ણ દીક્ષા નિમિત્તે પરમ પૂજય શ્રીજીચરણ સ્વામીના સાંનિધ્યમાં જંબુસર ખાતે સભા યોજાઈ

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) જંબુસર આત્મીય સત્સંગ મંડળ દ્વારા પચાસ માં સુવર્ણ દીક્ષા નિમિત્તે ક્રિષ્ના ટ્રેડર્સ કમ્પાઉન્ડમાં પરમપૂજ્ય શ્રીજીચરણ સ્વામી,સાધુ સ્વરૂપ સ્વામીના સાંનિધ્યમાંજનરલ સભા યોજાઈ હતી સભાની શરુઆત શ્લોકગાન દીપપ્રાગટ્ય થકી કરવામાં આવી હતી.આ પ્રસંગે મંડળના અગ્રણી મકનજી પટેલ,કિશોરભાઈ જડીયા,આશિષભાઈ ગાંધી, કલ્પેશભાઈ પટેલ,અમરભાઈ પટેલ સહિત મુકતો ઉપસ્થિત રહ્યા હતા.

ભગવાન સ્વામિનારાયણની પાંચમી પેઢીના વારસદાર બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામીની સર્વોપરિતા અને પ્રબોધ સ્વામીના ભક્તો સાથેના પ્રસંગો નું સુંદર નિરૂપણ કરતા જણાવ્યુ હતુ કે બગડા ઉપર છવીસ મીંડાં ચડાવીએ એટલા વર્ષ વૈરાગ્ટ નારાયણે એક પગ ઉપર ઉભા રહી તપ કર્યું હતું.

મહારાજ આવે સાથે ગુણાતીત લઈને આવે એ વાત જેને સમજાય તેને આનંદ શાંતિ સુખ છે.ભગવાન ધરતી પર આવે તે ઉત્તમ ભક્ત લઈને આવે છે.ભગવાનના માર્ગે ચાલે તો ઉત્તમ ભક્તની વાત અલગ છે.ભગવાન સ્વામિનારાયણે સંપ્રદાય,શાસ્ત્રીજી મહારાજે ઉપાસના અને હરિપ્રસાદ સ્વામીએ પ્રગટની ઉપાસના સ્થાપી છે.

તમે બધા જીવતી નદીના કિનારે બેઠા છો જેથી નિરંતર પાણી મળે તેમ ભગવાન તરફની યાત્રા નિરંતર ચાલુ રાખવી હોય તો આ યાત્રાની શરુઆત કરો તેમ પ્રસંગો સહિત સમજાવ્યું હતું.હરિપ્રસાદ સ્વામીએ સંપ સુહદભાવ એકતા સમર્પણની વાત ધરબી દીધી છે સ્વામીએ આ વાતો ધરતી પર કરી છે તે સાકાર કરવી છે.

પૈસો વ્યવસ્થાના ભાગરૂપે છે તેને જીવન ના બનાવાય અને મૂળભૂત ધર્મ ના ભૂલવો જાેઈએ આપણે યથાર્થ નિરંતર સત્સંગ કરવો છે તો બે સારા સાધુ ચાર સારા હરિભક્તો સાથે જીવ જાેડવા સંતોએ જણાવ્યું હતું.પ્રબોધ સ્વામીની નિર્લેપ અવસ્થા છે તે અંગે પણ પ્રસંગો સહિત સમજાવ્યું હતું.સદર સભામાં જંબુસર શહેર તાલુકાના હરિભક્ત ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહી દર્શન વાણીનો લાભ લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.