Western Times News

Gujarati News

એસ.ટી. બસની ઓનલાઈન બુક થયેલી ૬૦ ટ્રીપ રદ કરીને લાખોનું રીફન્ડ મેળવવાનું કૌભાંડ

GSRTC st bus gujarat

પ્રતિકાત્મક

દાહોદ, દાહોદ-ગોંડલના ૪ એજન્ટ અને ગોેડંલ ડેપોના કંડકટરની સંડોવણી સુરત એસટીના ડેપો મેનેજરના આઈડી પાસવર્ડ ચોરી બસની ઓનલાઈન બુક કરેલી ૬૦ ટ્રીપ રદ કરી લાખ્ખોનું રીફન્ડ મેળવવાના કૌભાંડમાં સાયબર સેલ દાહોદના ત્રણ એજન્ટ, ગોંડલના એક એજન્ટ અને ગોંડલ એસટી ડેપોના કંડકટરનું ધરપકડ કરવામાં આવી હતી.

આ ટોળકીએ મીલીભગત રચી સરકારી તિજાેરીનેે લાખ્ખોનો ચૂનો ચોપડ્યો હતો. આ રેકેટમાં મુખ્ય સુત્રધા તરીકે એસટીના જ અધિકારીઓ કે કર્મચારીઓની સંડોવણી બહાર આવવાની પોલીસને આશંકા છે.

સુરત એસ.ટી. ડેપોના મેનેજર વિરેન્દ્ર પવારના આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને એસ.ટી. બસની ઓનલાઈન ટીકીટ રદ કરી લાખો રૂપિયા ઓહિયા કરી જવાનું મસમોટુ કૌભાંડ બહાર આવ્યુ હતુ.

સુરત ડેપો મેનેજરના આઈડી પાસવર્ડથી ટીકીટ રદ કરી ટાઉટ દ્વારા રીફંડ મેળવવા માટે કૌભાંડ આચરવામાં આવ્યુ હોવાનું તપાસમાં ખુલ્યુ હતુ. જેમાં એસટી. તંત્રએ સાયબર ક્રાઈમમાં ૬.૧ર લાખના ફ્રોડની ફરીયાદ નોંધાવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં કુલ ૬૦ ટ્રીપનું બુકીંગ રદ કરી જે ૧.પ૮ લાખનું રીફંડ મેળવવામાં આવ્યુ હતુ

તે રીફંડની રકમ દાહોદના ૧૧ બુકીંગ એજન્ટના એકાઉન્ટમાં જમા થઈ હતી. જે દિશામાં સાયબર સેલે ટેકનિકલ સર્વેલન્સને આધાર બનાવી તપાસ કરી હતી.

આખરે આ કૌભાંડમાં ઓનલાઈન ટીકીટ બુકીંગ કરતા ચાર એજન્ટ વિપુલ ભગાભાઈ મોહનિયા (ઉ.વ.ર૪, રહે.મોહનિીયા ફળીયુ, નરવાઈ, ગરબાડા, દાહોદ) ચિંતન સંજય પંચાલ (ઉ.વ.રપ રહે. શિવનગર, ગરબાડા, દાહોદ), કુલદિપ જનકસિંહ જાડેજા (ઉ.વ.૩૦) રહે.જીત સોસાયટી, માલધારી હોટલ પાસે, ગોંડલ-રાજકોટ-મૂળ્ર કાલાવડ, જીનનગર),

સેરશ જનકસિંહ જાડેજા (ઉ.વ.૩૦ રહે. જીત સોસાયટી, માલધારી હોટલ પાસે, ગોંડલ-રાજકોટ મૂળ કાલાવડ, જીનનગર), સુરેશ કરણભાઈ નલવાયા (ઉ.વ.ર૮,રહે.નલવાયા ફળીયુ, મડોળ, ધાનપુર દાહોેદ) અને ગાંડલ ડેોપના બસ કંડકટર અનવર મોહમ્મદ યુસુફ આકબાણી (ઉ.વ.પ૧, રહે.ચક્કીવાલાની શેરી, કાલાવડ, જામનગર),ની ધરપકડ કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર ડેપો મેનેજરના આઈડી પાસવર્ડ ચોરી આ રેકેટ આચરવામં આવ્યુ હોઈ, એસટી.ના જ કોઈ સ્ટાફે ભૂડી ભૂમિકા બજાવી હોવાની શક્યતા છે. આગામીદિવસોમાં આ કેસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની વકી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.