Western Times News

Gujarati News

મધ્યમ વર્ગને વધુ એક ઝટકો: રેપો રેટમાં ૦.૫ ટકાનો વધારો, તમામ લોન મોંઘી થશે

રેપો રેટ વધે તો દેશમાં વિવિધ પ્રકારની લોનના વ્યાજના દરમાં વધારો થઈ શકે, EMIના વ્યાજ દર વધી શકે અને સામાન્ય માણસનું બજેટ ખોરવાય

લખનઉ, નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટમાં ફરીથી વધારો કર્યો છે. આ વખતે ૫૦ આધાર અંકો (૦.૫) ટકાનો વધારા કરાયો છે. રેપો રેટ વધીને ૪.૯૦ ટકા થઇ ગયો છે. બુધવારે ખતમ થયેલી પોતાની બાય-મંથલી બેઠક પછી પ્રેસ કોન્ફરન્સમાં સેન્ટ્રલ બેંકે આ વિશે જાણકારી આપી હતી. રેપો રેટ વધવાથી તમામ પ્રકારની લોન હવે મોંઘી થશે. સામાન્ય નાગરિકો પર EMI નો ભાર પહેલાના મુકાબલે વધારે પડશે.

આરબીઆઈએ પોલિસી રેપો રેટને ૫૦ આધાર અંક વધારીને ૪.૯૦% કરી દીધો છે. જ્યારે સ્થાયી જમા સુવિધા દરને ૪.૧૫% થી વધારીને ૪.૬૫% અને માર્જિનલ સ્ટેંડિંગ ફેસિલિટી રેટ અને બેંક રેટને ૪.૬૫% થી વધારીને ૫.૧૫% પર એડજસ્ટ કર્યા છે. રેપો રેટ એટલે સામાન્ય ભાષામાં વ્યાજનો રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા જે દરે દેશની તમામ બેન્કોને લોન આપે તે વ્યાજનો દર.

આ દર ઘટે તો બેન્કોને ફાયદો થાય કારણ કે તેમણે આરબીઆઈને ઓછું વ્યાજ ચૂકવવું પડે. અને જાે આ દર વધે તો બેન્કોએ આરબીઆઈને વ્યાજનો ઊંચો દર ચૂકવવો પડે. રેપો રેટ વધે તો દેશમાં વિવિધ પ્રકારની લોનના વ્યાજના દરમાં વધારો થઈ શકે. EMIના વ્યાજ દર વધી શકે અને સામાન્ય માણસનું બજેટ ખોરવાય. જાે રેપો રેટ ઘટે તો બેન્ક પોતાના વ્યાજના દર ઘટાડી શકે, હોમ લોન સહિતની કેટલીક લોન સસ્તી થઈ શકે. પરંતુ આ લોનના દર ઘટાડવા કે નહીં તે બેન્ક પર આધારિત હોય છે.SS1KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.