Western Times News

Gujarati News

ગુજરાત સ્ટેટ જુનિયર બાસ્કેટબોલ ચેમ્પિયનશીપમાં વડોદરાની બોયઝ અને ગર્લ્સ ટીમ ચેમ્પિયન બની

વડોદરા,  વડોદરા જિલ્લા બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા 2  થી 5મી જૂન 2022 દરમિયાન બોયઝ અને ગર્લ્સ (અંડર 18) માટેની ગુજરાત સ્ટેટ જુનિયર બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ 2022નું આયોજન વડોદરાની નવરચના સ્કૂલ સમા ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરાની બોયઝ અને ગર્લ્સ ટીમ ઘર આંગણે ચેમ્પિયન બની હતી.

આ ચેમ્પિયનશિપમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી ૩૨૫ ખેલાડીઓએ ભાગ લીધો છે. લીગ કમ નોક આઉટ આધારે રમાયેલી ચેમ્પિયનશીપમાં છોકરાઓમાં ૧૭ ટીમો અને ગર્લ્સ વિભાગમાં ૧૦ ટીમોએ ભાગ લીધો હતો. ગયા વર્ષે અમદાવાદ સામે એક પોઈન્ટથી હારી ગયેલી વડોદરાની બોયઝની ટીમે આ વખતે ફાઈનલમાં અમદાવાદને હરાવી ચેમ્પિયનશિપ ટ્રોફી જીતી લીધી હતી.

બરોડાની ગર્લ્સ ટીમ છેલ્લા 20 વર્ષથી અજેય રહી છે અને ચેમ્પિયનશિપ ટાઈટલ જીતીને પોતાનું વર્ચસ્વ ટકાવી રાખ્યું છે. છોકરાઓના વિભાગમાં વડોદરા ટીમના અયાનખાન પઠાણને સમગ્ર ચેમ્પિયનશિપમાં મોસ્ટ વેલ્યુએબલ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યો હતો અને તેને ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

જ્યારે અમદાવાદના મહિપાલ સિંહને મોસ્ટ પ્રોમિસિંગ પ્લેયર તરીકે જાહેર કરવામાં આવ્યો હતો અને તેને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ગર્લ્સ વિભાગમાં વડોદરા ટીમની અને નવરચના સ્કૂલની વિદ્યાર્થીની નાઓમી લખનપાલને ચેમ્પિયનશિપની મોસ્ટ વેલ્યુએબલ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવી હતી અને તેને ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

જ્યારે અમદાવાદના ખ્વાઇશને મોસ્ટ પ્રોમિસિંગ ખેલાડી તરીકે જાહેર કરવામાં આવી હતી અને તેને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. નાઓમી લખનપાલની બેંગ્લોરમાં ભારતીય અંડર 18 કેમ્પ માટે પણ પસંદગી કરવામાં આવી છે.

આ ઇવેન્ટ નવરચના સ્પોર્ટ્સ એકેડેમી દ્વારા સ્પોન્સર કરવામાં આવી હતી અને ગેઇલ, જીએસ.એફસી, જીએસી.એલ, સાનિધ્યા ગ્રુપ, પી.ટીએસઆઈ, ચેમક્રક્ષ એન્ટરપ્રાઈઝ અને રાધિકા જ્વેલર્સ દ્વારા કોસ્પોન્સર કરવામાં આવી હતી. આ એકેડેમીના  સેક્રેટરી નેહલ રામાણી દ્વારા જણાવાયા મુજબ નેશનલ ચેમ્પિયનશીપ માટેની ગુજરાતની રાજ્ય કક્ષાની ટીમ ઈવેન્ટમાંથી પસંદ કરવામાં આવશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.