Western Times News

Gujarati News

પુત્રનો મૃતદેહ મેળવવા પિતા ભીખ માગવા મજબૂર બન્યા

પટણા,ઘણી વખત અમુક ઘટનાઓ આપણને ખૂબ જ વિચલિત કરી નાખે તેવી હોય છે. આ પ્રકારના દૃશ્યો કે સમાચારો આપણો માણસાઈ પરથી વિશ્વાસ ઉઠાડી દેતા હોય છે. તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ લોકો પાસે ભીખ માગતી જણાઈ રહી છે. દુઃખદ વાત એ છે કે, તે વ્યક્તિ પોતાના મૃતક દીકરાના મૃતદેહને મેળવવા માટે ભીખ માગવા મજબૂર બન્યો છે.

આ ઘટના બિહારના સમસ્તીપુર ખાતેની છે. જાણવા મળ્યા મુજબ હોસ્પિટલના કર્મચારીઓ તે વ્યક્તિના દીકરાના મૃતદેહને સોંપવા માટે ૫૦,૦૦૦ રૂપિયાની માગણી કરી રહ્યા છે. આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે તે વ્યક્તિ આખા શહેરમાં ફરીને તે માટે પૈસા ભેગા કરી રહી છે. જાણવા મળ્યા મુજબ સમસ્તીપુરની જિલ્લા હોસ્પિટલમાં પૈસા આપ્યા વગર કોઈ કામ નથી થઈ શકતું.

આ હોસ્પિટલના મોટા ભાગના સ્વાસ્થ્યકર્મીઓ કોન્ટ્રાક્ટ બેઝ પર હોય છે. તેમને સમયસર વેતન ન મળતું હોવાથી તેઓ કોઈ પણ રીતે દર્દીઓના પરિવારજનો પાસેથી પૈસા મેળવવા પ્રયત્નશીલ હોય છે. હોસ્પિટલના સિવિલ સર્જને આ મામલે દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો આ વીડિયો બિહારની અવદશાનું જીવંત ઉદાહરણ છે.

સ્વાસ્થ્ય ક્ષેત્રે બિહાર ખૂબ જ પછાત છે. પોસ્ટમોર્ટમ કર્મચારીઓ મૃતદેહના બદલામાં મૃતકના પરિવારજનો પાસેથી પૈસાની માગણી કરે છે. તેઓ કહે છે કે, ૫૦ હજાર રૂપિયા આપો અને મૃતદેહ લઈ જાઓ. તેવામાં મજબૂર બનેલા માતા-પિતા ભીખ માગીને પૈસા એકઠા કરી રહ્યા છે.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.