Western Times News

Gujarati News

સ્લીવલેસ આઉટફિટમાં જેનેલિયા ડિસોઝાએ બતાવ્યું પોતાનું સ્લિમ ફિગર

મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ જેનેલિયા ડિસોઝા એક એવી એક્ટ્રેસ છે. જે દરેક આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગે છે. ફિલ્મોથી દૂર હોવા છતાં, અભિનેત્રી તેની ફિટનેસને બિલકુલ નકારતી નથી અને હંમેશા સ્ટાઇલિશ કપડાંથી લોકોને ઇમ્પ્રેસ કરે છે.

અભિનેત્રીનું સુંદર સ્મિત અને પર્સનલ એક્સપિરિમેન્ટ તેની પર્સનાલીટી સાથે એકદમ પરફેક્ટ લાગે છે. જેમાં ગ્રેસ અને એલિગન્સ ભરપૂર જાેવા મળે છે. આ જ કારણ છે કે, જેનેલિયાનું સોશિયલ મીડિયા તેની આકર્ષક તસવીરોથી ભરેલું છે, જેમાં તેનો દરેક દેખાવ ખૂબ જ ઇમ્પ્રેસિવ છે. આવું જ કંઈક તાજેતરમાં પણ જાેવા મળ્યું, જેની તસવીરો જાેયા પછી તમે પણ તેના ફેન બની જશો.

જેનેલિયાએ તેના સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે અદભૂત દેખાઈ રહી છે. અભિનેત્રીએ આઈફા એવોર્ડ્‌સ ૨૦૨૨ માટે આ લુક કૅરી કર્યો હતો, જે ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. તેણે આ પીળા રંગનું ગાઉન ક્લોધિંગ બ્રાન્ડ Maison Ava માંથી લીધું હતું, જે તેને પ્રિંસેસ જેવો લૂક આપી રહ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Genelia Deshmukh (@geneliad)


એક્ટ્રેસનો આ સી-થ્રુ લૂક એટલો ક્યૂટ અને ક્લાસી લાગતો હતો કે તેના પરથી નજર હટતી જ નથી. જેનેલિયાના આ ટ્યુબ ડ્રેસના અપર પોર્શન પર કોર્સેટ બસ્ટની ડિટેલ હતી, જેમાં તેનું સ્લિમ ફિગર હાઇલાઇટ થતું જાેવા મળતું હતું.

આ ગાઉનમાં ડીપ સ્વીટહાર્ટ નેકલાઇન સાથે તેમાં એક શીયર ફેબ્રિકને ટ્રેલની જેમ એડ કરવામાં આવી હતી, જે સ્ટ્રેપની પેટર્નમાં દેખાતી હતી. અભિનેત્રીના આ બૉલ ગાઉનમાં સ્કર્ટના ભાગમાં સિલ્વર બીડ વર્ક જાેવા મળ્યું હતું, જે તેના આઉટફિટની સુંદરતામાં વધારો કરી રહ્યું હતું.

આ ફ્લોર-સ્વીપિંગ ગાઉનમાં પાછળ એક ટ્રેલ હતી, જે તેના લૂકની સુંદરતામાં વધારો કરી રહી હતી. સાથે જ પોતાના લૂકને કમ્પલીટ કરવા માટે જેનેલિયાએ ડ્રોપડાઉન ઇયરિંગ્સ પહેરી હતી. મેકઅપ માટે ન્યૂડ મેકઅપ, કોહલ્ડ આઇસ, કોન્ટોર ચીક બોન્સ, ગ્લોસી લિપ્સ સાથે હેર સ્લીગ બનમાં સ્ટાઈલ કર્યા હતા. ફ્લેયર્ડ ગાઉનમાં જેનેલિયાના આ લૂકની તેના ફેન્સ વખાણ કરતા થાકતા નથી.

આ પહેલા જેનેલિયાએ લિલૈક કલરના મિની ડ્રેસમાં તેની તસવીરો શેર કરી હતી, જે તેણે ક્લોથિંગ બ્રાન્ડ Geisha designsમાંથી લીધો હતો.

 

View this post on Instagram

 

A post shared by Genelia Deshmukh (@geneliad)

આ મિની ડ્રેસની ડિઝાઈન એવી હતી કે, દરેક તેના વખાણ કરી રહ્યા હતા. આઉટફિટ પર રાઉન્ડ-નેકલાઇન સાથે ફ્રન્ટ પર ફેધર જેવું એમ્બેલિશમેન્ટ જાેવા મળી રહ્યું હતું. ઇસિમિટ્રિકલ હેમલાઇન સાથે રફલ ડિટેલિંગ હતી. તેના લૂકને કમ્પલીટ કરવા માટે એક્ટ્રેસે મિનિમલ મેકઅપ અને સ્લિવર હીલ્સ કૅરી કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.