Western Times News

Gujarati News

વડોદરાની ૨ મહિલા ક્રિકેટર્સનું ટીમ ઈન્ડિયામાં સિલેક્શન થયું

વડોદરા, ક્રિકેટ જગતમાં ફરી એકવાર વડોદરાનુ હીર ઝકળ્યુ છે. વડોદરાની બે મહિલા ક્રિકેટર્સનો ટીમ ઈન્ડિયામાં સમાવેશ થયો છે. યાસ્તિકા ભાટિયાનો વન-ડે અને ટી-૨૦ ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ છે. તો રાધા યાદવની ટી-૨૦ ફોર્મેટમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ છે. શ્રીલંકા સામેની શ્રેણીમાં બંને ક્રિકેટર્સની પસંદગી થતા વડોદરાનું નામ ફરી એકવાર નેશનલ સ્તરે ચમક્યુ છે. હાલમાં બંને મહિલા ક્રિકેટર બરોડા ક્રિકેટ એસોસિયેશનમાંથી રમે છે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની દિગ્ગજ પ્લેયર અને વનડે કેપ્ટન મિતાલી રાજે બુધવારે ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી. તેમણે ૨૩ વર્ષના લાંબા કરિયર પર વિરામ મૂક્યો છે. ત્યારે ભારતે આ મહિને શ્રીલંકા પ્રવાસ કરવાનો અને મિતાલીના સંન્યાસ બાદના થોડા જ કલાકમાં નવી ટીમની જાહેરાત કરવામા આવી હતી.

ટી૨૦ માં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી રહેલ હરમનપ્રીતને વનડે ટીમની કેપ્ટનશિપ આપવામા આવી છે. તો સ્મૃતિની ઉપ કેપ્ટનશીપ સોંપાઈ છે. શ્રીલંકા પ્રવાસ દરમિયાન ભારતીય ટીમ ટી૨૦ અને આટલી જ મેચની વનડે સીરિઝ રમવાની છે.

યાસ્તિકા ભાટિયાએ ૧૧ વર્ષની ઉંમરમાં જ વડોદરાની અંડર-૧૯ મા જગ્યા મેળવી લીધી હતી. ૨૧ વર્ષીય યાસ્તિકાએ સપ્ટેમ્બર ૨૦૨૧ માં ભારત માટે ડેબ્યુ કર્યુ હતુ. તેના બાદ તે મિડિલ ઓર્ડરનો ભાગ બની ચૂકી છે. યાસ્તિકાએ અત્યાર સુધી ભારત માટે એક ટેસ્ટ, ૧૨ વનડે અને ત્રણ ટી૨૦ મેચ રમી છે. યાસ્તિકાને ટીમ ઈન્ડિયામાં સ્થાન વર્ષ ૨૦૨૧ માં દક્ષિણ આફ્રિકાની વનડે સીરિઝ દરમિયાન જ મળી ગઈ હતી.

પરંતુ ત્યારે તેનુ ડેબ્યુ થયુ ન હતું. તે વડોદરામાં કિરણ મોરેની દેખરેખમાં ક્રિકેટમાં રમી છે. તેણે રણજી પ્લેયર્સની સાથે પ્રેક્ટિસ પણ કરી અને હાર્દિક અને કૃણાલ પંડ્યાની બોલિંગનો સામનો પણ કર્યો છે.

નવી વનડે ટીમ ઃ હરમપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (ઉપકેપ્ટન), શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા (વિકેટ કીપર), એસ મેઘના, દિપ્તી શર્મા, પૂનમ યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, સીમરન બહાદુર, રિચા ઘોષ (વિકેટ કીપર), પૂજા વસ્ત્રાકર, મેઘના સિંહ, રેણુકા સિંહ, તાનિયા ભાટિયા (વિકેટ કીપર), હરલીન દેઓલ

ટી૨૦ ટીમ ઃ હરમપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (ઉપકેપ્ટન), શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા (વિકેટ કીપર), એસ મેઘના, દિપ્તી શર્મા, પૂનમ યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, સીમરન બહાદુર, રિચા ઘોષ (વિકેટ કીપર), પૂજા વસ્ત્રાકર, મેઘના સિંહ, રેણુકા સિંહ, જેમિમા રોડ્રિગેજ, રાધા યાદવ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.