Western Times News

Gujarati News

બાપુનગરમાંથી મ્યુનિસિપલ કોન્ટ્રાક્ટરનું અપહરણઃ બાદમાં નાટકીય ઢબે છુટકારો

અપહરણકારોનો પીછો કરી પોલીસની ટીમ દાહોદ ખાતે પહોંચી

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શહેરમાં ગંભીર પ્રકારના ગુના ખુબ જ વધી રહ્યા છે. ખાસ કરીને રૂપિયાની લેતી દેતીમાં કેટલાંક માથાભારે શખ્સો નાગરીકો ઉપર હુમલો કરવાનું કે અપહરણ કરીને મારી નાંખવા સુધીના પગલાં લેતા અચકાતા નથી. કેટલીક વખત આવા બનાવોમાં વ્યÂક્તએ જાન ગુમાવવાનો વારો પણ આવી શકે છે. છાશવારે આવી ઘટના સામે આવતા શહેરના વેપારીઓમાં પણ ડરનો માહોલ જાવા જાવા મળી રહ્યો છે. ઉપરાંત છુપો રોષ પણ દેખાઈ રહ્યો છે.

આ પરિસ્થિતિમાં  ગઈકાલે બાપુનગર વિસ્તારમાંથી એક મ્યુનિસિપાલીટીના કોન્ટ્રાક્ટરનું નાણાંની લેતીદેતીમાં તેમના ઘરેથી જ અપહરણ કરવામાં આવ્યુ હતુ. કોન્ટ્રાક્ટર તેમના ઘરના આંગણે બેઠા હતા ત્યારે અચાનક જ કારમાં આવેલા અપહરણકારો તેમને જબરદસ્તીથી લઈને જતાં રહ્યા હતા. પલવારમાં બની ગયેલી ઘટનાને પગલે ઘરના સભ્યોએ બુમાબુમ કરી મુકી હતી.

બાદમાં મામલો પોલીસ સુધી પહોંચતા સમગ્ર રાત દરમ્યાન બાપુનગર પોલીસે સર્ચ ઓપરેશન તથા ઠેર ઠેર નાકાબંધી કરીને અપહરણકારોની ભાળ મેળવવા પ્રયત્ન કર્યો હતો. છેવટે મધરાત્રે કોન્ટ્રાક્ટરને છોડાવ્યા હોવાનું જાણવા મળી રહ્યુ છે. સમગ્ર મામલાની હકીકત એવી છે કે સતાવીસ વર્ષીય હર્ષભાઈ જનકભાઈ કંસારા બાપુનગર ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં રહે છે. અને પોતે મ્યુનિસિપાલીટીમાં કોન્ટ્રાક્ટર તરીકે કાર્યરત છે.

બુધવારે સવારે દસેક વાગ્યાના સુમારે હર્ષભાઈ પોતાના પિતાના જનકભાઈ સાથે ઘરના આંગણામાં બેઠા હતા. એ વખતે અચાનક જ એક સફેદ રંગની સ્કોર્પિયો કાર તેમના ઘર પાસે આવીને ઉભી રહી હતી. જેમાંથી ઉતરી આવેલા પાંચ શખ્સોએ હર્ષભાઈ પાસે આવીને પોતાની મજુરીના રૂપિયા માંગ્યા હતા.

જા કે હર્ષભાઈએ પોતે કોર્પોરેશનમાં બિલો મુક્યા છે તે પાસ થઈને બેંકમાં રૂપિયા જમા આવે એટલે આપી દઈશે. તેમ જણાવતા બધા શખ્સો ઉશ્કરાઈ ગયા હતા. અને હર્ષભાઈ સાથે ઝઘડો કર્યો હતો. તથા ઝપાઝપી કરીને પાંચેય શખ્સોએ તેમને પકડી લઈને જબરજસ્તીથી પોતાની સાથે લાવેલી કારમાં બેસાડી દીધા હતા. તેમના પિતા જનકભાઈ કાંઈ બોલે એ પહેલાં જ પાંચેય શખ્સો હર્ષભાઈનું અપહરણ કરી ગાડી બાપુનગર જનરલ હોસ્પીટલ તરફ ભગાવી મુકી હતી.

પોતાની આંખો સામે જ દિકરાનું અપહરણ થતાં જ જનકભાઈએ બુમાબુમ કરી મુકતા પરિવારના સભ્યો બહાર દોડી આવ્યા હતા. ઉપરાંત પાડોશીઓ પણ એકત્ર થઈ ગયા હતા.  જનકભાઈએ સમગ્ર હકીકત જણાવતા બધા ચોંકી ઉઠ્યા હતા. અને બાપુનગર પોલીસ સ્ટેશને પહોંચીને અપહરણની ઘટના અંગે જાણ કરી હતી. મ્યુનિસિપલ કોન્ટ્રાક્ટરનું તેના જ ઘરમાંથી અપહરણ કરાતા બાપુનગર પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અને તુરંત સક્રિય થઈને હર્ષભાઈનો ફોન સર્વેલન્સમાં મુક્યો હતો. જ્યારે હર્ષભાઈના કાર્યસ્થળના અન્ય લોકોની પૂછપરછ કરીને અપહરણકારોની જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો.

બાપુનગરની સક્રિય કામગીરીને પગલે બાબુ અરસિંહ મોહનિયા અનિલ બાબુભાઈ મોહનિયા તથા પ્રકાશ બાબુભાઈ મોહનિયા નામના પિતા-પુત્રો સહિત છત્રસિંહ પરસિંહ પરમાર અને અજય ચંદુભાઈ ઠાકોર નામના પાંચ શખ્સોના નામ ખુલ્યા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર પોલીસે સઘન કાર્યવાહી કરતા દાહોદ તરફનું લોકેશન મળી આવતા ટીમને દાહોદ તરફ મોકલવામાં આવી હતી. આ અંગે બાપુનગર પીઆઈ એન.કે.વ્યાસ સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતુ કે અપહરણની ફરીયાદ મળતા જ પોલીસ એલર્ટ થઈ હતી.

અપહરણકારોએ હર્ષભાઈનો મોબાઈલ ફોન બંધ કર્યો હતો. જા કે રસ્તામાં એક વખત ફોન ચાલુ થઈ જતાં લોકેશન મેળવી શકાયુ હતુ. બાદમાં પીએસઆઈ ગઢવી સાથે પોલીસની ટીમ દાહોદ ખાતે પહોંચી હતી. જ્યાં સ્થાનિક પોલીસની મદદથી પાંચેય આરોપીઓને ઝડપીને કોન્ટ્રાક્ટર હર્ષભાઈને છોડાવી લેવાયા હતા. રસ્તામાં અપહરણકારોએ તેમને મુંઢ માર માર્યો હતો. જેના પગલે તેમને સામાન્ય ઈજા થઈ હતી. હાલમાં તમામ આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. સમગ્ર મામલો આઠેક મહિના જૂનો છે. મજુરીના રૂપિયા બાકી હોવાથી અપહરણ કરાયુ હોવાનું પ્રાથમિક વિગતો પરથી જાણવા મળ્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.