Western Times News

Gujarati News

ગુજરાતમાં બાયડની બેઠક પર ખરાખરીનો જંગ

થરાદ, ગુજરાત

ગુજરાત વિધાનસભાની છ બેઠકોમાંથી ૩ બેઠકો પર ભાજપ અને ૩ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો આગળઃ અમરાઈવાડીમાં પ્રારંભથી જ કોંગ્રેસના ઉમેદવારની સરસાઈ

અમદાવાદ : મહારાષ્ટ્ર, હરિયાણા વિધાનસભાની ચૂંટણી સાથે દેશભરમાં ખાલી પડેલી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ પણ યોજાઈ હતી જેમાં ગુજરાતની ખાલી પડેલી રાધનપુર, બાયડ, લુણાવાડા, ખેરાલુ, થરાદ અને અમરાઈવાડી બેઠકનો સમાવેશ થયો હતો. આ ૬ બેઠકો પર આજે સવારથી મતગણતરી શરૂ થતાં જ ભાજપ માટે ચોંકાવનારા પરિણામો આવે તેવુ ચિત્ર ઉપસી રહયું છે.

બેઠક  

પક્ષ 

ઉમેદવાર આગળ

થરાદ 

ભાજપ

જીવરાજ પટેલ

ધનપુર 

કોંગ્રેસ

રઘુભાઈ દેસાઈ

ખેરાલુ 

ભાજપ 

અજમલજી ઠાકોર

બાયડ 

કોંગ્રેસ 

જસુ પટેલ

અમરાઈવાડી 

કોંગ્રેસ

ધર્મેન્દ્ર પટેલ

લુણાવાડા 

ભાજપ 

જીજ્ઞેશભાઈ સેવક

ખાસ કરીને આ પેટા ચૂંટણીમાં મતદારોએ પક્ષ પલ્ટુ ધારાસભ્યોને પાઠ ભણાવ્યો હોય તેવું મનાઈ રહયું છે. રાધનપુરની બેઠક પર કોંગ્રેસમાંથી ભાજપમાં જાડાયેલા અને સતત વિવાદોમાં રહેતા અલ્પેશ ઠાકોર પ્રારંભથી જ કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈથી પાછળ ચાલી રહયા છે તેજ રીતે બાયડની બેઠક ઉપર પણ કોંગ્રેસમાંથી ભાજપમાં જાડાયેલા ધવલસિંહ ઝાલા પણ પ્રથમ રાઉન્ડથી જ પાછળ ચાલી રહયા છે. ગુજરાતની છ વિધાનસભાની બેઠકોમાં ભાજપ અને કોંગ્રેસ ત્રણ – ત્રણ બેઠકો મેળવે તેવુ ચિત્ર ઉપસી રહયું છે.

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી છ બેઠકો માટે તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી જાકે આ ચૂંટણીમાં અમદાવાદ શહેરની અમરાઈવાડી બેઠકમાં સૌથી ઓછુ મતદાન થતાં ભાજપના નેતાઓ ચોંકી ઉઠયા હતાં. આ બેઠક ભાજપનો ગઢ મનાય છે પરંતુ ઓછુ મતદાન થતાં બેઠક ગુમાવવી પડે તેવી દહેશત વ્યકત કરવામાં આવતી હતી

જયારે કોગ્રેસમાંથી ભાજપમાં જાડાયેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા માટે ભાજપના નેતાઓએ વ્યાપક પ્રચાર કર્યો હતો જાકે અલ્પેશ ઠાકોર સામે પક્ષમાંથી જ નારાજગીના કારણે તેમના માટે કપરા ચઢાણ સાબિત થાય તેવું મનાતું હતું. કેટલાય ભાજપના સ્થાનિક નેતાઓ નિષ્ક્રિય બની ગયા હતા

એ જ રીતે બાયડની બેઠક પર પણ આ જ  પરિસ્પથિતિમાં  જાવા મળતી હતી કોંગ્રેસમાંથી ભાજપમાં જાડાયેલા ધવલસિંહ ઝાલાને ટિકિટ આપવામાં આવી હતી જેના પરિણામે સ્થાનિક ભાજપના નેતાઓમાં નારાજગી જાવા મળતી હતી તેમ છતાં ભાજપના મોવડી મંડળે તમામ છ બેઠકો જીતવાનો દાવો કર્યો હતો અને આ માટે કમલમ્‌ ખાતે બેઠક પણ બોલાવી હતી.

આજે સવારે આ તમામ છ બેઠકો માટે મતગણતરી શરૂ થતાં જ ભાજપ માટે ચોંકાવનારી સ્થિતિ જાવા મળતી હતી તમામની નજર રાધનપુરની બેઠક પર મંડાયેલી હતી આ બેઠક પર પક્ષ બદલીને ભાજપમાં જાડાયેલા અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાય તેવુ મનાતું હતું પરંતુ આજે મતગણતરી શરૂ થતાં જ પ્રથમ રાઉન્ડથી જ અલ્પેશ ઠાકોર કરતા રઘુ દેસાઈ સરસાઈ ધરાવવા લાગ્યા હતાં

મતગણતરી આગળ વધતા જ કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈની સરસાઈ સતત વધી રહી હતી જેના પરિણામે ભાજપની છાવણીમાં સન્નાટો વ્યાપી ગયો હતો. રઘુ દેસાઈ એક તબક્કે પાંચ હજારથી વધુ મતે આગળ નીકળી ગયા હતાં જેના પરિણામે કોંગ્રેસની જીત નિશ્ચિત માનવામાં આવતી હતી. આજ રીતે બાયડ વિધાનસભાની બેઠકમાં પણ કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડી ભાજપમાં જાડાયેલા ધવલસિંહ ઝાલાને ટિકિટ આપવામાં આવી હતી. બાયડની બેઠક પર પણ રાધનપુર જેવી સ્થિતિ  જાવા મળતી હતી આ બેઠક પર પણ પ્રથમ રાઉન્ડથી જ ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલા કોંગ્રેસ ઉમેદવાર જશુ પટેલ કરતા પાછળ ચાલતા હતાં.


બાયડની બેઠક પર પ્રથમ રાઉન્ડથી જ કોંગ્રેસના ઉમેદવાર સરસાઈ ધરાવતા થઈ ગયા હતા અને દરેક રાઉન્ડના અંતે આ સરસાઈ વધવા લાગી હતી. બાયડ અને રાધનપુરમાં કોંગ્રેસના ઉમેદવારોની સરસાઈ વધતા સ્થાનિક નેતાઓએ તેની ઉજવણી પણ શરૂ કરી દીધી હતી. જયારે ભાજપની છાવણીમાં સન્નાટો જાવા મળતો હતો.

વિધાનસભાની અમદાવાદ શહેરની અમરાઈવાડી બેઠક પર પણ ભાજપ માટે ચિંતાજનક સ્થિતિ  જાવા મળતી હતી આ બેઠક પર સૌથી ઓછુ મતદાન થતા જ રાજકીય નિષ્ણાંતો ભાજપ માટે ખતરાની ઘંટી ગણાવતા હતા આજે સવારે મતગણતરી શરૂ થતાં જ અમરાઈવાડીની બેઠક પર પ્રારંભથી જ કોંગ્રેસના ઉમેદવાર સરસાઈ ધરાવવા લાગ્યા હતાં ઓછુ મતદાન થવાના કારણે સરસાઈ પાતળી હતી

પરંતુ તે ધીમે ધીમે વધી ગઈ હતી. અમરાઈવાડીની બેઠક પર ભાજપના ઉમેદવાર જગદીશ પટેલ સામે કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલ પ્રારંભથી જ આગળ નીકળતા અમદાવાદ શહેર કોંગ્રેસના કાર્યકરોમાં ખુશીની લહેર ફેલાઈ હતી. જાકે પાતળી સરસાઈ હોવાથી છેક  સુધી ભાજપ આશાવાદી રહયુ હતું  ખેરાલુ વિધાનસભાની બેઠકમાં પ્રથમ રાઉન્ડથી જ ભાજપના ઉમેદવાર અજમલજી ઠાકોર સરસાઈ ધરાવતા હતાં અને મતગણતરી આગળ વધતા જ આ સરસાઈ વધવા લાગી હતી જેના પરિણામે ખેરાલુમાં એક તરફી જંગ જાવા મળ્યો હતો.

ગુજરાત વિધાનસભાની છ બેઠકોમાંથી સૌ પ્રથમ ખેરાલુની બેઠકનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું અને આ બેઠક પર ભાજપના ઉમેદવાર અજમલજી ઠાકોર રપ૪૧૪ મતે ચુંટાયેલા જાહેર થયા હતાં. આજ રીતે થરાદની બેઠક પર પણ ભાજપના ઉમેદવાર સરસાઈ ધરાવતા હતાં. ભાજપના ઉમેદવાર જીવરાજભાઈ પટેલ કોંગ્રેસના ગુલાબસિંહ રાજપુત કરતા વધુ મતો મેળવી સરસાઈ ધરાવવા લાગતા સ્થાનિક ભાજપના કાર્યકરોમાં ખુશીનુ મોજુ જાવા મળતુ હતું. આજ રીતે લુણાવાડાની બેઠક ઉપર પણ ભાજપ માટે સારા સમાચાર બન્યા હતાં.

લુણાવાડાની બેઠક પર ભાજપે જીગ્નેશ સેવકને મેદાનમાં ઉતારતા જ તેમની લોકપ્રિયતાનો લાભ ભાજપને મળ્યો હતો. પ્રથમ રાઉન્ડથી જ લુણાવાડાની બેઠક પર ભાજપના ઉમેદવાર સરસાઈ ધરાવતા હતા અને મતગણતરી આગળ વધતા આ સરસાઈ વધી રહી હતી. જેના પરિણામે લુણાવાડાની બેઠક ઉપર પણ ભાજપના ઉમેદવાર જીગ્નેશ સેવક વધુ સરસાઈથી આગળ હોવાથી ભાજપ આ બેઠક જીતે તેવુ રાજકીય નિષ્ણાંતો માની રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.