Western Times News

Gujarati News

“ધ લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા 2022″નું આયોજનઃ મહિલા કારીગરોને મદદ કરશે આ ફાઉન્ડેશન

Photo: Twitter

વોર્ડવિઝાર્ડ ફાઉન્ડેશન અને શ્રી મહારાણી ચિમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલયે મહિલા સશક્તિકરણ અને ઉદ્યોગસાહસિકતાને વેગ આપવા તેમજ ગુજરાતના કલાકારોને ટેકો આપવા જોડાણ કર્યું

વડોદરા, મહિલા કલાકારોને ટેકો આપવા અને તેમની અંદર ઉદ્યોગસાહસિકતાનો ગુણ વિકસાવવાના ઉદ્દેશ સાથે વોર્ડવિઝાર્ડ ફાઉન્ડેશને વડોદરામાં મહિલા ઉદ્યોગસાહસિકાત અને ઉદ્યોગસાહસિકતા વિકાસને પ્રોત્સાહન આપવા શ્રી મહારાણી ચિમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલય સાથે જોડાણ કર્યું છે.

આ પહેલનો આશય મહિલાઓ, કલાકારો અને કારીગરોને આગામી નવરાત્રિ ગરબા મહોત્સવ 2022માં તેમની રચનાઓને ટેકો આપીને તેમના જીવનનું સશક્તિકરણ કરવાનો છે.

શ્રી મહારાણી ચિમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલય સાથે ફાઉન્ડેશન આ વર્ષે નવરાત્રિ ગરવા મહોત્સવ 2022નું આયોજન કરશે, જે ગુજરાતનો સૌથી વધુ લોકપ્રિય ગરબા તહેવાર છે, જેની ઉજવણી નવરાત્રિ તહેવાર દરમિયાન થાય છે. ફાઉન્ડેશન શ્રી મહારાણી ચિમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલયની ટીમને પવિત્ર ગરબા તહેવારનું આયોજન કરવામાં તથા ગરબા મહોત્સવ 2022 દરમિયાન કલાકારો અને કારીગરોને ટેકો આપવા મદદરૂપ થશે.

આ જોડાણ અંતર્ગત વોર્ડવિઝાર્ડ ફાઉન્ડેશન ગરબા નવરાત્રિ મહોત્સવ 2022 દરમિયાન સ્થાનિક મહિલા કલાકારોને તેમના ઉત્પાદનોનું વેચાણ કરવા સંગઠિત માળખું પ્રદાન કરીને ટેકો આપશે. એનાથી તહેવાર દરમિયાન સ્થાનિક સંસ્કૃતિ અને પ્રતિભાને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે. ઉપરાંત તમામ સ્થાનિક કલાકારોને તેમની કળાને પ્રોત્સાહન આપવામાં અને આ કળાને બહોળા વર્ગ વચ્ચે વધારે લોકપ્રિય બનાવવામાં ટેકો મળશે.

બંને ફાઉન્ડેશન આવકનો ઉપયોગ રાજ્યમાં સ્થાનિક કલાકારોને કૌશલ્ય વિકાસ અને તાલીમ કાર્યક્રમો માટે કરશે.

વોર્ડવિઝાર્ડ ફાઉન્ડેશનના પ્રયાસોની પ્રશંસા કરીને મહારાણી રાધિકા રાજે ગાયકવાડે કહ્યું હતું કે, “અમારી સંસ્થા તમામ વંચિત સમુદાયો માટે સમાન તકોનું સર્જન કરવાનાં વિઝન સાથે કામ કરે છે. અમારી સંસ્થા આપણા સમાજના સર્વાંગી વિકાસ માટે નવા માપદંડો સ્થાપિત કરવામાં મોખરે રહીને નેતૃત્વ કરે છે.

અમે આ કટિબદ્ધતાને મજબૂત બનાવવા વોર્ડવિઝાર્ડ ફાઉન્ડેશનનો આભાર માનીએ છીએ. નવરાત્રિના પાવન પર્વની શરૂઆત સાથે અમે સંયુક્તપણે આપણા સૌથી લોકપ્રિય નવરાત્રિ ગરબા મહોત્સવ સાથે સર્વસમાવેશકતાને પ્રોત્સાહન આપવા વધારે વિકલ્પો ઊભા કરવા અને મહિલા સશક્તિકરણની કામગીરી શરૂ કરવા કામ કરીએ છીએ. મને ખાતરી છે કે, આ જોડાણ સકારાત્મક પરિવર્તન લાવવામાં અને મહિલાઓને તેમના સ્વપ્નો સાકાર કરવામાં મદદરૂપ થશે.”

આ પહેલ પર વોર્ડવિઝાર્ડ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ શ્રીમતી શીતલ ભાલેરાવ અને શ્રી યતિન ગુપ્તેએ કહ્યું હતું કે, “અમે વોર્ડવિઝાર્ડમાં હંમેશા તકોનું સર્જન કરવામાં અને સમાજના સર્વાંગી વિકાસ માટે જાતિ સમાનતાને પ્રોત્સાહન આપવા આતુર છીએ.

અમે “ધ લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા 2022″નું આયોજન કરવામાં, નવરાત્રિની પાવન નવ રાત્રિઓની ઉજવણી કરવામાં શ્રી મહારાણી ચિમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલયને સાથસહકાર આપવા તેમજ કળા અને કારીગરીના ક્ષેત્રોમાં કલાકારો અને તેમના પ્રયાસોને પ્રોત્સાહન આપવાની તક આપવા બદલ મહારાણી રાધિકા રાજે ગાયકવાડના આભારી છીએ.

અમારી ભાગીદારી અંતર્ગત અમે સંયુક્તપણે રાજ્યમાં સર્વસમાવેશકતા અને મહિલા ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરીશું તેમજ ઉદ્યોગસાહસિકતાના વિકાસની દિશામાં વધારે તકો વિકસાવીશું.”

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.