Western Times News

Gujarati News

આઈએએસ-આઈપીએસને હવે બદલીઓનો ઇન્તજાર

ગાંધીનગર, રાજ્ય સરકારે જરુર પૂરતી આઇપીએસ બદલીઓની જાહેરાત કરી દીધી છે. આ સાથે છૂટક છૂટક આઇએએસ બદલીઓના ઓર્ડર પણ કરી રહી છે. પરંતુ ઇલેકશનલક્ષી મોટા પાયે બદલીઓનો હજુ સૌ કોઇને ઇન્તજાર છે.

સૂત્રોનું માનીએ તો, હજુપણ રાજ્ય સરકાર આગામી ડિસેમ્બર મહિનામાં યોજાનાર વિધાનસભા ચૂંટણી સાવ નજીકનાં આવે ત્યાં સુધી ઇલેકશનલક્ષી બદલીઓ કરવાની ઉતાવળમાં નથી. હાલ પુરતું તો આઇએએસ અને આઇપીએસની જરુરિયાત અનુસાર છૂટક બદલીઓ આવતી રહેશે. પરંતુ ચૂંટણીલક્ષી બદલીઓ- પછીએ આઇએએસની હોય કે આઇપીએસની – એમાં હજુ સમય નિશ્ચિંતતા નથી.

બદલીઓનો ગંજીપો ચીપાવાને ભલે વાર હોય પણ – ક્રીમ પોસ્ટની રેસમાં સૌથી આગળ રહેવા આઇએએસ – આઇપીએસમાં લોબિંગ અને સ્પર્ધા શરુ થઇ ચૂકી છે.

રાજ્યના ડીજીપી આશિષ ભાટીયાને ૮ મહિનાના એક્સટેન્શનની લોટરી લાગતા હવે અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવના ડીજીપી બનવાની શક્યતાઓ પર પાણી ફરી વળ્યું છે.

આશિષ ભાટીયાને એક્સટેન્શન મળતા હવે રાજ્યની નવી સરકાર આવે ત્યાં સુધી એટલે કે, જાન્યુઆરી મહિનાના અંત સુધી ડીજીપી આશિષ ભાટીયા રાજ્યના પોલીસ વડા તરીકે ચાલુ રહેશે. ત્યારબાદ પણ કેડરવાઇઝ સૌથી સિનિયર આઇપીએસ અધિકારી સંજય શ્રીવાસ્તવ ડીજીપી નહીં બની શકે. કારણકે – ડીજીપી બનવા માટે વય નિવૃત્તિ પહેલાનો ૬ મહિનાનો કાર્યકાળ બાકી હોવો જરુરી છે.

પરંતુ સંજય શ્રીવાસ્તવ એપ્રિલ ૨૦૨૩મા વય નિવૃત્ત થઇ રહ્યા છે. એટલે કે, તેઓ પાસે ૬ મહિનાનો સમય બાકી નહી રહેતો હોવાને કારણે હવે તેઓ સંપૂર્ણ પણે ડીજીપી રેસમાંથી બહાર થઇ ચૂક્યા છે. હવે આગામી ડીજીપી બનવા માટે કેડરવાઇઝ ત્રણ અધિકારીઓ રેસમાં રહેશે.

જેમાં અતુલ કરવાલ, વિકાસ સહાય અને અનિલ પ્રથમનો સમાવેશ થાય છે. રાજ્યના એક આઇએએસ અધિકારી – ત્રણ જેટલા ટ્‌ર્સ્‌ટોને આજીવન ગ્રાન્ટની મંજુરી આપી દેવા મુદ્દે સરકારની ઝપટે ચડ્યા છે. આ ગ્રાન્ટ વિષયક આંતરિક તપાસ રાજ્ય સરકારે શરુ કરી છે.

આ મુદ્દે વિભાગના મિનિસ્ટરને પણ સીએમ ભૂપેનદ્રભાઇ પટેલે બોલાવીને પૂછપરછ કરી છે. ભાજપનાં જ મધ્ય ગુજરાતના એક ધારાસભ્યની ભલામણ પર આ આઇએએસ અધિકારીએ ગ્રાન્ટો મંજૂર કરી હોવાના પૂરાવા આ આઇએસ અધિકારીએ સીએમને સોંપ્યા છે.

એટલું જ નહીં સત્તાવાર રીતે વિભાગનાં જ મિનિસ્ટરની સાઇન પણ તેમાં હોવાનું દર્શાવાયુ છે. હાયર એજ્યુકેશનના અગ્ર સચિવ એસ.જે. હૈદર તેમની ઓફિસમા મોડે સુધી કામ કરવા માટે અને મોડે સુધી સમીક્ષા બેઠકો લેવા માટે પંકાયેલા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.