Western Times News

Gujarati News

UPLના રજ્જુભાઈ શ્રોફની 5 રૂપિયાની પોસ્ટલ ટિકિટ, એ વાપી માટે ગૌરવની વાતઃ કનુભાઈ દેસાઈ

(પ્રતિનિધિ)વાપી, વાપી અને અંકેલશ્વર સ્થિત યુનાઈટેડ ફોસ્ફરસ લીમીટેડ કંપનીના સ્થાપક ચેરમેન રજ્જુભાઈ (રજનીકાંત) શ્રોફની સમાજ સેવાઓને ઉપલક્ષમાં રાખી ભારત સરકાર દ્વારા પદ્મભુષણ ખિતાબથી સન્માનિત કર્યા બાદ રૂપિયા ૫ની તેમના ફોટો સાથેની પોસ્ટલ ટિકિટ બહાર પાડી છે.

જે વાપી ગુજરાત માટે ગૌરવની વાત હોવાનું ગુજરાતના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું. વધુ માં કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રજ્જુભાઈ શ્રોફ વાપી GIDC માં UPLના ફાઉન્ડર પ્રેસિડેન્ટ તરીકે ઉત્તમ કામગીરી બજાવી ચુક્યા છે. તેમની સેવાઓમાં અનેક સુંદર કામગીરી થઈ ચૂકી છે.

વાપીના વિકાસ માટે તેમણે સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ વગેરે સંસ્થાઓમાં મહત્વનો ફાળો આપ્યો છે. ભારત સરકાર દ્વારા તેમને પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. જે બાદ હાલમાં જ UPL કંપની ભારતની સૌથી મોટી અને વિશ્વની ૫મી સૌથી મોટી એગ્રોકેમિકલ કંપનીમાં સ્થાન મેળવતા ભારત સરકારની ટપાલ સેવાઓએ રજ્જુ શ્રોફના સન્માન માટે ટપાલ ટિકિટ છાપી છે.

જે ફરી એકવાર વાપીનું નામ રોશન કરતા વાપીવાસીઓ માટે ગૌરવની લેવા જેવી વાત છે. વાપી વિસ્તાર માટે પ્રચલિત નામ એટલે ઉદ્યોગપતિ રજુ ભાઈ શ્રોફ UPL કંપનીના સ્થાપક ચેરમેન છે. વાપી સિવાય યુ.પી.એલ. ગૃપની કંપનીઓ અંકલેશ્વર અને પરદેશમાં પણ કાર્યરત છે. યુ.પી.એલ. દુનિયાની પાંચમા નંબરની એગ્રો કેમીકલ કંપનીનું સ્થાન મેળવી ચૂકી છે .

યુ.પી.એલ. ગૃપ દ્વારા કોરોના કાળમાં પી.એમ. કેર ફંડમાં ૭૫ કરોડનું CSR ફંડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અર્પણ કરાયું હતું. યુ.પી.એલ. ગૃપે શૈક્ષણિક અને સ્વાસ્થ્ય ક્ષેત્ર નોંધનીય સામાજીક સેવા કરી વાપીમાં હરિયા રોટરી હોસ્પિટલ, જ્ઞાનધામ સ્કૂલ, રોફેલ ગૃપ ઓફ કોલેજીસ,

અને યુ.પી.એલ. મુક્તિધામ જેવા પ્રકલ્પોમાં રજ્જુભાઈ શ્રોફે કરોડો રૂપિયાનું માતબર દાન એનાયત કર્યું છે. હજુ પણ કોઈપણ જાહેર સેવા માટે યુ.પી.એલ. ગૃપના દરવાજા ખુલ્લા છે , તેવા વાપીના દાનવીર કર્ણ રજ્જુભાઈ શ્રોફની ચિરંજીવ યાદગીરી માટે ભારત સરકારે ૫ રૂપિયાની પોસ્ટલ ટિકિટ બહાર પાડી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.