Western Times News

Gujarati News

ધો.૧૦માં અંગ્રેજીમાં ૩૫, ગણિતમાં ૩૬ માર્ક છતાં પણ કલેક્ટર બન્યા

ભરૂચ જિલ્લાના કલેક્ટર તુષાર સુમેરા જેમની કહાની ઘણા લોકો માટે પ્રેરણાદાયક સાબિત થઈ શકે છે

ભરૂચ, અમુક રાજ્યોમાં અત્યારે બોર્ડ રિઝલ્ટ્‌સ જાહેર થઈ રહ્યા છે. જેમાં અમુક બાળકો પોતાની સફળતાનો પરચમ લહેરાવી રહ્યા છે. તો અમુક પોતાની નિષ્ફળતાથી નિરાશ છે. આ દુઃખને દુર કરવા માટે કેટલાકના મગજમાં આત્મહત્યા જેવા ખરાબ વિચાર આવવા લાગે છે પરંતુ કોઈ પરીક્ષામાં ખરાબ પરિણામ કરિયરના તમામ દરવાજા બંધ કરતા નથી. આનુ ઉદાહરણ છે ભરૂચ જિલ્લાના કલેક્ટર તુષાર સુમેરા જેમની કહાની ઘણા લોકો માટે પ્રેરણાદાયક સાબિત થઈ શકે છે.

ઈન્ટરનેટ પર એક આઈએએસ અધિકારીની ટ્‌વીટ અત્યારે ખૂબ ચર્ચાઈ રહી છે. આઈએએસ અધિકારી અવનીશ શરણે પોતાની ટ્‌વીટમાં લખ્યુ છે કે ભરૂચના કલેક્ટર તુષાર સુમેરાએ પોતાની દસમાની માર્કશીટ શેર કરતા લખ્યુ છે કે તેમને દસમા ધોરણમાં માત્ર પાસિંગ માર્ક્‌સ આવ્યા હતા. તેમને ૧૦૦માંથી અંગ્રેજીમાં ૩૫, ગણિતમાં ૩૬ અને વિજ્ઞાનમાં ૩૮ માર્ક્‌સ આવ્યા હતા. ના માત્ર સમગ્ર ગામમાં પરંતુ તે સ્કુલમાં એ કહેવામાં આવ્યુ કે આ કંઈ કરી શકશે નહીં.

૧૦મા ધોરણના ટકાથી એ બિલ્કુલ નક્કી ના કરી શકાય કે તમે ભવિષ્યમાં સફળ થશો કે અસફળ. આઈએએસ અધિકારી અવનીશ શરણની આ ટ્‌વીટનુ ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાએ જવાબ આપતા રી-ટ્‌વીટ કરી લખ્યુ કે ધન્યવાદ સર. ઉલ્લેખનીય ભરૂચમાં ઉત્કર્ષ પહલ અભિયાન હેઠળ કરવામાં આવેલા તુષારના કાર્યોની વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વખાણ કરી ચૂક્યા છે.

આઈએએસ અવનીશ શરણના આ ટ્‌વીટ પર તમામ યુઝર્સે રિએક્ટ કર્યુ છે. ૧૨.૫ હજાર કરતા વધારે લોકોએ આ પોસ્ટને લાઈક કરી છે, જ્યારે ૨૨૦૦થી વધારે લોકો આ પોસ્ટને રી-ટ્‌વીટ કરી ચૂક્યા છે. એક યુઝરે કહ્યુ કે ડિગ્રી નહીં, ટેલેન્ટ મહત્વનુ છે. એક અન્ય યુઝરે લખ્યુ કે આવડત માર્ક, ગ્રેડ કે પછી રેન્ક નક્કી કરતા નથી. એક અન્ય શખ્સે લખ્યુ, ધગશ હોય તો કંઈ પણ અસંભવ નથી.ss3kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.