Western Times News

Gujarati News

ગુજરાત સરકારનો ર્નિણય: ખેડૂતો માટે ૧૪ પાકોના ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો

પ્રતિકાત્મક

ગાંધીનગર, કેબિનેટ બેઠકમાં લેવાયેલા ર્નિણય અંગે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ માહિતી આપતા કહ્યું કે કહ્યું- ખેડૂતો માટે ૧૪ પાકોના ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જેમઆ અડદના ૩૦૦ રૂ., કપાસમાં ૩૭૫ રૂ., તલના ભાવ ૫૨૩ રૂ. ગત વર્ષ કરતાં વધારી દેવામાં આવ્યા છે.

તો અન્ય જાહેરાત કરતા વઘાણીએ કહ્યું કે ૧ જૂલાઈથી ૧૫ જુલાઇ સુધી વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજાશે, ૮૦ રથ નક્કી કરવામા આવ્યા છે, ૧ રથ દરરોજ ૧૦ ગામનું પરિભ્રમણ કરશે, વિવિધ થીમ આધારિત કાર્યક્રમ યોજાશે.
ખરીફના ૧૪ પાકોમાં ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોના હિતમાં લઘુતમ વધારો કરવામાં આવ્યો છે.

જેમાં પાક ઉછેરાનારાઓને તેમજ ઉપજ પર વળતરક્ષમ ભાવો મળે તેની ખાતરી કરી શકાય અને પાકના વાવેતરને સુનિશ્ચિત કરવામાં માટે ટેકાના ભાવ જે તે પાકના ખેતી ખર્ચના ઓછામાં ઓછા ૫૦ ટકાથી ૮૫ ટકા સુધીનો નફો મળે તે પ્રમાણે નક્કી કરવામાં આવ્યા છે.

રાજ્યના ખેડૂતોની આવક બમણી થાય તે માટે જુદાજુદા પાકમાં ગત વર્ષ કરતા પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૯૨ થી ૫૨૩ સુધીનો વધારો કરવામાં આવેલ છે.રાજ્યના મુખ્ય પાક મગફળીમાં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૩૦૦નો વધારો કરી ટેકાનો ભાવ રૂ. ૫,૮૫૦, તુવેર પાકમાં રૂ. ૩૦૦નો વધારો કરી ટેકાનો ભાવ રૂ. ૬,૬૦૦, મગ પાકમાં રૂ. ૪૮૦નો વધારો કરી ટેકાનો ભાવ ૭૭૫૫, તલ પાકમાં રૂ.૫૨૩નો વધારો કરી ટેકાનો ભાવ રૂ.૭,૮૩૦, અડદ પાકમાં રૂ.૩૦૦નો વધારો કરી ટેકાનો ભાવ રૂ. ૬,૬૦૦, કપાસ પાકમાં રૂ. ૩૭૫નો વધારો કરી રૂ. ૬,૩૮૦ ટેકના ભાવ જાહેર કરેલ છે તેમ તેમણે ઉમેર્યુ છે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.