Western Times News

Gujarati News

કર્ણાટકનો યુવક ગધેડીનું દૂધ વેચીને ધૂમ કમાણી કરે છે

સોફટવેર કંપનીની જાેબ છોડી ગધેડીના દૂધનો કારોબાર

બેંગલુરૂ, કોલેજનો અભ્યાસ કર્યા પછી સારી આઈટી કંપનીમાં વ્હાઈટ કોલર જાેબ મળે તે મોટા ભાગના યુવાનોનું સ્વપ્ન હોય છે. પરંતુ કેટલાક લોકો આવી જાેબને લાત મારીને કંઈક આશ્ચર્યજનક કરે છે અને તેમાં સફળતા પણ મેળવે છે. કર્ણાટકના દક્ષિણ કન્નડા જિલ્લામાં ૪૨ વર્ષીય એક વ્યક્તિએ સોફ્ટવેર કંપનીની જાેબ છોડીને ગધેડીના દૂધનો કારોબાર શરૂ કર્યો છે. નવાઈની વાત એ છે કે તેને આ બિઝનેસમાં આઈટી કંપનીના પગાર કરતા વધુ કમાણી થાય છે.

શ્રીનિવાસ ગોવડા નામની વ્યક્તિ પાસે ચાલુ વર્ષ સુધી જાેબ હતી. ત્યાર બાદ ડોન્કી ફાર્મ સ્થાપીને ગધેડીના દૂધનો બિઝનેસ શરૂ કર્યો છે. શ્રીનિવાસે ૪૦ ગધેડા રાખ્યા છે અને અત્યાર સુધીમાં તેને ૧૭ લાખ રૂપિયાના ઓર્ડર પણ મળી ગયા છે. શરૂઆતમાં જે લોકો આ સાહસ માટે મજાક ઉડાવતા હતા તેઓ પણ હવે આ બિઝનેસને ગંભીરતાથી લઈ રહ્યા છે. શ્રીનિવાસ હવે જુદા જુદા પેકમાં ગધેડીનું દૂધ સપ્લાય કરવા માંગે છે.

શ્રીનિવાસ એક આઈટી પ્રોફેશનલ છે અને તે ગધેડીના દૂધના ૩૦ મિલીનું પેકેટ ૧૫૦ રૂપિયામાં વેચે છે. એટલે કે એક લિટર દૂધનો ભાવ ૫૦૦૦ રૂપિયા જેટલો થયો. આ પ્રોડક્ટ મોલ, શોપ્સ અને સુપરમાર્કેટ દ્વારા વેચાય છે. બીએ ગ્રેજ્યુએટ થયેલા શ્રીનિવાસે સૌથી પહેલા ૨૦૨૦માં જાેબ છોડીને એક ફાર્મ શરૂ કર્યું હતું જેમાં કૃષિ અને પશુઓના ઉછેરની વ્યવસ્થા હતી. લગભગ અઢી એકરની જગ્યામાં આ ફાર્મ શરૂ કરવામાં આવ્યું હતું. ગોવડા કહે છે કે અમે ગધેડીના દૂધનું વેચાણ શરૂ કર્યું છે જેના ઘણા બધા ફાયદા છે.

અમારું સ્વપ્ન છે કે દરેક વ્યક્તિને ગધેડીનું દૂધ મળવું જાેઈએ. ગધેડીના દૂધમાં જાદુઈ ઔષધીય ગુણો હોય છે. ચાલુ મહિનામાં જ શરૂ કરવામાં આવેલો આ ફાર્મ કર્ણાટકમાં આ પ્રકારનું પ્રથમ ફાર્મ છે અને આખા દેશમાં આવો બીજાે ફાર્મ છે. હાલમાં માત્ર કેરળના અર્નાકુલમ જિલ્લામાં આવું એક ફાર્મ છે. શ્રીનિવાસ કહે છે કે મેં જ્યારે ડોન્કી ફાર્મ શરૂ કરવાની વાત કરી ત્યારે મોટા ભાગના લોકોએ મારી મજાક ઉડાવી હતી. તેઓ કહેતા હતા કે ભારતમાં ડોન્કી ફાર્મને ક્યારેય સફળતા નહીં મળે.

તેમનો દાવો છે કે ગધેડીનું દૂધ બહુ સ્વાદિષ્ટ હોય છે, તેની બહુ કિંમત ઉપજે છે અને ઔષધિય ગુણોથી ભરપૂર હોય છે. ગધેડીના દૂધનો ઉપયોગ બ્યૂટી પ્રોડક્ટ બનાવવામાં થાય છે અને આગામી દિવસોમાં તેની ભારે માંગ જાેવા મળે તેવી શક્યતા છે.ss2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.