Western Times News

Gujarati News

2.4 કરોડના ખર્ચે નવનિર્મિત વિરમગામ તાલુકા પંચાયત ભવનનું લોકાર્પણ

‘મેં નહિ હમ’ – કર્મ ધ્યેય સાથે મુખ્યમંત્રી શ્રીના અધ્યક્ષ સ્થાને અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે જિલ્લા વહીવટી તંત્રની સમીક્ષા બેઠક યોજાઇ

ઘરઆંગણે ઉકેલી શકાય તેવા પ્રશ્નો માટે લોકોને જિલ્લા કે રાજ્ય કક્ષાએ ના જવું પડે તે માટે રાજ્ય સરકારે સંવેદના પૂર્ણ અભિગમ અપનાવ્યો છે – મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું છે કે, ઘરઆંગણે ઉકેલી શકાય તેવા પ્રશ્નો માટે લોકોને જિલ્લા કે રાજ્ય કક્ષાએ ના જવું પડે તે માટે રાજ્ય સરકારે સંવેદના પૂર્ણ અભિગમ અપનાવ્યો છે. ઘર આંગણે કે તાલુકા જિલ્લા કક્ષાએ ઉકેલી શકાય તેવા પ્રશ્નો સ્થાનિક કક્ષાએ ઉકેલવામાં આવે તો પ્રશ્નો ઊભા જ ન થાય એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ‘ મેં નહીં હમ’ ના કર્મ ધ્યેય સાથે અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે જિલ્લા વહીવટી તંત્રની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા વિરમગામ તાલુકામાં રૂપિયા ૨.૪ કરોડના ખર્ચે  નવનિર્મિત તાલુકા પંચાયત ભવનનું લોકાર્પણ કર્યું હતું. આ અવસરે નાણા મંત્રીશ્રી કનુભાઇ દેસાઇ, શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બ્રિજેશ ભાઇ મેરજા પણ જોડાયા હતા.

વિરમગામ ખાતે યોજાયેલી સમીક્ષા  બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ ઘર આંગણે ઉકેલી શકાય તેવા પ્રશ્નો અને સ્તવરે ઉકેલવા વહીવટી તંત્રના અધિકારીઓને તાકીદ કરી હતી.

આ બેઠક નાણા મંત્રી શ્રી કનુભાઇ દેસાઇ, શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બ્રિજેશ ભાઇ મેરજા, પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી હર્ષદ ગીરી ગોસ્વામી સહિત જન પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી શ્રી  સમક્ષ રોડ, પાણી, રસ્તા, ગટર, ઓવરબ્રિજ, સિંચાઈ, વીજળી, શિક્ષણ, વરસાદી પાણીનો નિકાલ, રસ્તા પહોળા કરવા જેવા અનેકવિધ પ્રશ્નો રજૂ કરાયા હતા.

મુખ્યમંત્રીશ્રીએ તમામ પદાધિકારીઓના સવાલો ઝીણવટપૂર્વક સાંભળીને વહીવટીતંત્ર સાથે ઉકેલ અંગેની છણાવટ કરી હતી અને જણાવ્યું હતું કે આ પ્રશ્નો અન્ય રીતે ઉકેલવા માટે વહીવટીતંત્ર કાર્યશીલ હોય છે પરંતુ ક્યાંક નિયમોના અર્થઘટન અથવા અન્ય કોઈ રીતે અટવાયેલા પ્રશ્નો સત્વરે પૂરા થાય તેવી તાકીદ પણ કરી હતી.

તંત્ર અને પ્રતિનિધિઓ એકબીજા સાથે સંકલન સાધીને કાર્યપ્રણાલી આગળ વધારે તો પ્રશ્નો ઉપસ્થિત જ ન થાય ત્યારે આ કાર્યક્રમને પરિણામ લક્ષી બનાવવા મુખ્યમંત્રીશ્રીએ સૂચન કર્યું હતું.

આ સમીક્ષા બેઠકમાં અમદાવાદ જિલ્લા કલેકટર શ્રી સંદીપ સાંગલેએ કહ્યું હતું કે, રાજ્યના છેવાડાના માનવી સુધી વિવિધ યોજનાઓ ફળ પહોચાડવામાં રાજ્ય સરકાર કટિબદ્ધ છે. મુખ્યમંત્રીશ્રીએ લોક પ્રશ્નોના ઉકેલ માટે સંવેદના પૂર્ણ અભિગમ પણ અપનાવ્યો છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ સમીક્ષા બેઠકમાં સર્વે ધારાસભ્યશ્રીઓ, જીલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલભાઈ ધામેલીયા, ઔડાના સીઇઓ શ્રી ડી.પી. દેસાઈ, પોલીસ અધિક્ષકશ્રી તેમજ તાલુકા પ્રમુખશ્રીઓ  ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.